Tuesday, September 21, 2021
Homeદારૂ પકડવા ગયેલી પોલીસ પર બુટલેગરોનો પથ્થરમારો
Array

દારૂ પકડવા ગયેલી પોલીસ પર બુટલેગરોનો પથ્થરમારો

મહેસાણા: મહેસાણામાં ટીબી રોડ પર આવેલા દારૂના અડ્ડા પર બુધવારે બપોરે દારૂના કટિંગ સમયે જ ત્રાટકેલી બી ડિવિજન પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને તેમની ટીમ ઉપર બુટલેગર કનુ ઠાકોર અને તેના સાગરિતોએ પથ્થરમારો કર્યો હતો. તેમજ ખાનગી કારના કાચ ફોડી જીવલેણ હથિયારોથી કરેલા હુમલામાં બે પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી. આ ઘટનાને પગલે પોલીસે કોમ્બિંગ કરી મહિલાઓ સહિત 14 જણાની અટકાયત કરી હતી. તેમજ ભાગી ગયેલા બુટલેગર કનુ ઠાકોર સહિત 24 જણા સામે નામજોગ તેમજ 25 લોકોના ટોળા સામે પ્રોહિબિશન અને ખૂનની કોશિશની બે અલગ અલગ ફરિયાદો નોંધી હતી. પોલીસે બનાવ સ્થળેથી રૂ.86,700નો વિદેશીદારૂ તેમજ હુંડાઇ એસેન્ટ કાર, બાઇક સહિત રૂ.5.36 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

શહેરના ટીબીરોડ પર છાપરામાં બુટલેગર કનુ ઠાકોર અને તેના માણસો તેલ કૂવાના વરંડા પાસેના છાપરા પાછળ એક કારમાંથી દારૂનો જથ્થો ઉતારી હેરાફેરીની તૈયારીમાં હોવાની બાતમી મળતાં પીએસઆઇ એ.એસ. બારાએ પોતાની ખાનગી કારમાં સેકન્ડ મોબાઇલ વાનને સાથે રાખી રેડ કરી હતી. પોલીસને જોતાં જ કનુ ઠાકોર અને તેના સાગરિતોએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતા. દારૂનો જથ્થો સ્થાનિકો હુમલો કરીને લૂંટી ના જાય તે માટે પીએસઆઇ દારૂના જથ્થા સાથે મોબાઇલવાન લઇને અહીંથી નીકળ્યા હતા અને તેમની પાછળ પીએસઆઇની ખાનગી કાર લઇને નીકળવા જઇ રહેલા પો.કો. જયેશ લવજીભાઇ અને યોગેશભારથી પર ચારેબાજુથી પથ્થરમારો શરૂ થતાં તે ફસાયા હતા. જો તે ભાગે તો બુટલેગરોએ ભગાડ્યાનું લાંછન લાગે તેમ હોઇ બંનેએ લગભગ 10 મિનિટ સુધી કારની ઓથે પથ્થરોનો સામનો કર્યો હતો. જેમાં તેમને ઇજા થઇ હતી.

પોલીસ પર હુમલાની જાણ થતાં જ ડીવાયએસપી મંજીતા વણઝારા, એ અને બી ડિવિઝન પોલીસ તેમજ એલસીબી, એસઓજીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બે ટીમો બનાવી છાપરા વિસ્તારમાં કોમ્બિંગ કરી બુટલેગર કનુ ઠાકોરની બંને પત્નીઓ સહિત 14 જણાની ધરપકડ કરી હતી. જ્યારે અન્યો ભાગી ગયા હતા. આ મામલે બી ડિવિજન પોલીસે પ્રોહિબિશન અને જીવલેણ હુમલો, સરકારી કામકાજમાં રૂકાવટ અંગે બે જુદી જુદી ફરિયાદો નોંધી હતી.

ઉલ્લેખનિય છે કે, ટીબી રોડના છાપરામાં અગાઉ રેડ કરવા ગયેલી આરઆર સેલ પર બે વખત હુમલા થઇ ચૂક્યા છે અને હવે સ્થિતિ એવી છે કે, આરઆર સેલ પણ રેડ કરવા જાય ત્યારે મોટા કાફલા સાથે જાય છે. આજ રીતે બી ડિવિઝન પોલીસ ઉપર પણ અગાઉ 3 વખત બુટલેગર કનુ ઠાકોર અને તેની ટોળકી હુમલા કરી ચૂકી છે.
બુટલેગર કનુ ઠાકોરની બંને પત્ની સહિત 19 જણા સામે જીવલેણ હુમલાની ફરિયાદ કનુજી વિહાજી ઠાકોર, રોહિત કનુજી, અરવિંદ ઉર્ફે લાલો ગોવાજી, જીતુજી શકરાજી, પ્રભાતજી ઉર્ફે લાલો ભવાનજી, દિપકજી શકરાજી, નરેશ ઉર્ફે બોઘો બાબુજી, ગોવિંદજી ઉર્ફે કાળાજી લવજીજી, અજયજી ભરતજી, આકાશ ઉર્ફે પ્રકાશ ગોવાજી, અમરતજી ઉર્ફે બકાજી, વિષ્ણુજી ઉર્ફે વેતીયો કુંવરજી, દિલીપજી ગોવાજી, અશોકજી ગોવિંદજી, સુનીલજી શકરાજી, ભવાનજી ખોડાજી, અશોકજી ગોવિંદજી, આકાશ છનાજી, નેહાબેન કનુજી, મધુબેન કનુજી, ગીતાબેન અમરતજી ઉર્ફે બકાજી, કલીબેન ગોવાજી, ગીતાબેન વિનુજી, આકાશજી છનાજીની પત્ની કૃપાલી તેમજ અન્ય અજાણી સ્ત્રી અને પુરૂષો મળી 25 વ્યક્તિઓનું ટોળું પાંચની સામે પ્રોહિબિશનનો ગુનો કનુજી વિહાજી ઠાકોર, રોહિત કનુજી ઠાકોર, અરવિંદ ઉર્ફે લાલો ગોવાજી ઠાકોર, જીતુજી શકરાજી ઠાકોર, પ્રભાતજી ઉર્ફે લાલો ભવાનજી ઠાકોર.

બુટલેગરો સામે તડીપાર અને પાસા પર કરી ચૂક્યા છીએ
દારૂ પકડવા ગયેલી પોલીસ પર બુટલેગર કનુ અને તેના માણસોએ હુમલો કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપી કરી કામમાં અડચણ ઉભી કરી હતી. વારંવાર પોલીસ પર હુમલા કરતા આ બુટલેગરો સામે સઘન કાર્યવાહી કરીશું. તેમની સામે તડીપાર અને પાસાની પણ કાર્યવાહી થઇ ચૂકી છે. – મંજીતા વણઝારા, ડીવાયએસપી મહેસાણા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments