રાજકોટ : ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ : ખેડૂતોએ પોટલું કપાસ ફેંકી CCIનો વિરોધ કર્યો.પોલીસ ટીંગાટોળી કરી લઈ ગઈ

0
4

રાજકોટ. કપાસ ખરીદી કેન્દ્ર કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI)એ ટેકાના ભાવે કપાસની ખરીદી અચાનક બંધ કરવામાં આવતા આજે કિસાન સંઘે વિરોધ કર્યો છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપે તે પહેલા જ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જેથી ખેડૂતોએ રસ્તા પર જ કપાસ એક પોટલું કપાસ ફેંકી વિરોધ કર્યો હતો. પોલીસે 10 જેટલા ખેડૂત આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

કપાસનાં પોટલા રસ્તા પર મુકી વિરોધ કર્યો 

CCI દ્વારા અચાનક કપાસની ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા. જેથી કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા. ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપે તે પહેલા જ પોલીસે 10 જેટલા ખેડૂતોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને રસ્તા પર જ કપાસ ફેંકી વિરોધ કર્યો હતો. આ સાથે જ ખેડૂતોએ કપાસના પોટલા પણ રસ્તા પર જ મુકી દીધા હતા. જેથી ખેડૂતોએ CCI દ્વારા કપાસની ખરીદી તાત્કાલીક ચાલુ કરવા માંગ કરી છે.