પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ તરત જ આ વસ્તુઓ લેવાનું બંધ કરી દેજો, નહીંતર માતા અને બાળક બંનેને થશે નુકસાન

0
0

પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ તેની ખુશીની સાથે ચિંતા પણ વધતી જાય છે. એવામાં ઘરવાળાઓ તરફથી અલગ-અલગ સલાહ પણ મનમાં કેટલીક માન્યતાઓ પેદા કરી દે છે. પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓમાં એક સવાલ બહુ જ સામાન્ય હોય છે કે પ્રેગ્નેન્સીની ખબર પડ્યા બાદ પહેલાં મહિનામાં ખાવાપીવામાં શું ધ્યાન રાખવું જોઈએ અને શું પરેજ કરવી, તો ચાલો જાણીએ પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ શું ખાવું અને શું પરેજ કરવી.

  • પ્રેગ્નેન્સીમાં ધ્યાન રાખવું જરૂરી છે
  • આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
  • પ્રેગ્નેન્ટ મહિલાઓએ આ બાબતોનું ખાસ ખ્યાલ રાખવું

આટલું ધ્યાન રાખો

પ્રેગ્નેન્સી દરમ્યાન ચા, કોફી અને ચોકલેટ જેવી વસ્તુઓ ખાવી નહીં, કારણ કે વધુ પ્રમાણમાં કેફીન લેવાથી એબોર્શન થવાના ચાન્સિસ વધી જાય છે. પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને પાઉડર કોફી, ફિલ્ટર કોફી, એસ્પ્રેસો સહિતની વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. રોજ વધારે કેફીન પીવાથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે. તે સિવાય બાળકનું વજન ઓછું થવાની સમસ્યા પણ થઇ શકે છે.

પેકેજ્ડ ફૂડ જેમ કે જ્યૂસ, માઈક્રોવેવથી તૈયાર કરેલું ભોજન, કેક વગેરે ખાવાનું અવોઈડ કરવું. ગર્ભાવસ્થા દરમિયાન બ્લેક ટીના સેવનથી પણ દૂર રહેવું જોઇએ. સાથે જ ગ્રીન ટી પણ ન પીવી જોઇએ. ગ્રીન ટી પીવાથી ગર્ભપાત થવાનો ખતરો થઇ શકે છે.

પ્રેગ્નેન્સી દરમ્યાન ક્રીમ મિલ્કમાંથી તૈયાર કરેલું પનીર ખાવું નહીં, કારણ કે તેમાં લિસ્ટેરિયા નામના બેક્ટેરિયા હોય છે જેના કારણે એબોર્શન અને સમય પહેલાં ડિલીવરીનો ખતરો વધે છે.

પ્રેગ્નેન્સી સમયે કાચું પપૈયું ભૂલથી પણ ખાવું નહીં. કાચાં પપૈયામાં લેટેક્સ હોય છે, જેના કારણે ગર્ભાશય સંકોચાય છે અને તેના કારણે સમય પહેલાં ડિલીવરી અને એબોર્શનની સ્થિતિ પેદા થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here