બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર કબીર ખાનની આગામી ફિલ્મ ‘83’માં પંકજ ત્રિપાઠી મેનેજર માન સિંહના રોલમાં જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું કે, 80ના દશકમાં બીસીસીઆઈ એટલી પાવરફુલ ન હતી. તેને તો પોતાની ટીમ પર પણ ભરોસો ન હતો કે તે વર્લ્ડ કપ જીતીને આવી શકશે. આ ઇનપુટ્સ તત્કાલીન ટીમના મેનેજર માન સિંહથી મળ્યા છે. સાંભળવા મળ્યું છે કે, ફિલ્મમાં ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપની જીત સાથે-સાથે આ બધું પણ દેખાડવામાં આવશે. ફિલ્મમાં આ બધી બાબતોને માન સિંહના દૃષ્ટિકોણથી બતાવવામાં આવશે. ‘ગોલ્ડ’ ફિલ્મમાં મેનેજરના રોલમાં અક્ષય કુમાર હતો તેના દૃષ્ટિકોણથી ફિલ્મ બતાવવામાં આવી હતી ઉપરાંત ‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મને હોકી કોચ શાહરુખ ખાનના દૃષ્ટિકોણથી બતાવી હતી.
પંકજ ત્રિપાઠી માન સિંહને મળ્યા
ફિલ્મમાં માન સિંહના રોલમાં પંકજ ત્રિપાઠી જોવા મળશે. કેરેક્ટરને સંપૂર્ણ રીતે સમજવા માટે તેઓ લંડન જતા પહેલાં માન સિંહને તેના ઘરે જઈને મળ્યા હતા. પંકજે જણાવ્યું કે, ‘માન સિંહજીને પર્સનલી મળવું એ એક અલગ જ અનુભવ હતો. મેં તેમની સાથે તેમની જિંદગીની પર્સનલ અને પ્રોફેશનલ વાતોને પણ જાણી.’