Friday, March 29, 2024
Homeવડોદરા : સમા વિસ્તારમાં 2 કાર અને રીક્ષા વચ્ચે વિચિત્ર અકસ્માત, રિક્ષા...
Array

વડોદરા : સમા વિસ્તારમાં 2 કાર અને રીક્ષા વચ્ચે વિચિત્ર અકસ્માત, રિક્ષા ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ

- Advertisement -

વડોદરાના સમા વિસ્તારના 2 કાર અને રીક્ષા વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં રીક્ષાચાલકનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. સમા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બે કારની ટક્કર વાગતા રીક્ષા ચાલક અને મુસાફર ફંગોળાયા

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા મંગલ પાડે રોડ પર કાર ચાલક વળાંક લેવા જઇ રહ્યો હતો. તે સમયે સામેથી આવી રહેલા રીક્ષાચાલકે અકસ્માતથી બચવા માટે રોંગ સાઇડના રોડ પર રીક્ષાને વાળી દીધી હતી. જોકે રિક્ષાની ટક્કર કાર સાથે થઇ હતી અને સામેથી આવી રહેલી બીજી કારે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક અને પેસેન્જર રોડ પર પટકાયા હતા. જેમાં રિક્ષા ચાલક બસીર આલમ સફિયલમ પઠાણ(ઉ.35)નું મોત થયું હતુ. જ્યારે મુસાફરને ઇજાઓ થઇ હતી. મૃતક રીક્ષા ચાલકના પરિવારમાં પત્ની અને 5 બાળકો હોવાનું જાણવા મળ્યુ છે.

અકસ્માતગ્રસ્ત રીક્ષા
(અકસ્માતગ્રસ્ત રીક્ષા)

 

કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર

અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં સમા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે અને કાર ચાલકની પણ શોધખોળ હાથ ધરી છે.

અકસ્માતગ્રસ્ત કાર
(અકસ્માતગ્રસ્ત કાર)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular