Wednesday, September 22, 2021
Homeઅજીબ માંગણી : દહેજમાં માંગ્યો 21 નખવાળો કાચબો અને લેબ્રાડોર કુતરો
Array

અજીબ માંગણી : દહેજમાં માંગ્યો 21 નખવાળો કાચબો અને લેબ્રાડોર કુતરો

મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે આજે પણ દહેજ પ્રથા ચાલુ છે તે કડવી હકીકત છે.

દેશના સંખ્યાબંધ રાજ્યોમાં આજે પણ દહેજ માંગવાનો રિવાજ છે અ્ને દહેજની આગમાં આજે પણ ઘણા લગ્નો બરબાદ થઈ રહ્યા છે. દહેજમાં સામાન્ય રીતે વરરાજા અને તેના પરિવારજનો પૈસા કે બીજી મોંઘી વસ્તુઓ માંગતા હોય છે. પણ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક વરરાજા અને તેના પરિવારે એવી અજીબો ગરીબ વસ્તુઓ માંગી હતી કે, કન્યાપક્ષના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

ઔરંગાબાદમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે વરરાજાએ દહેજમાં 21 નખ વાળો કાચબો અને એક લેબ્રાડોર કુતરાની માંગણી કરી હતી. જેના પગલે હવે પોલીસે વરરાજા અને તેના પરિવારજનો સામે કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસના કહેવા પ્રમાણે ઔરંગાબાદના યુવકના લગ્ન નક્કી થયા બાદ 10 ફેબ્રૂઆરીએ સગાઈ થઈ હતી. બંને પક્ષોએ નક્કી કર્યુ હતુ કે, થોડા મહિના બાદ લગ્ન કરીશું. પણ એ દરમિયાન યુવકના પરિવાર તરફથી દહેજમાં અજબ માંગણી મુકવામાં આવી હતી.

યુવીતના પિતાનો આક્ષેપ છે કે, યુવકના પરિવારે દહેજમાં 21 નખવાળો કાચબો, લેબ્રાડોર ડોગ અને યુવકની સરકારી નોકરી માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments