Thursday, February 6, 2025
Homeપાટડી : ઝેરી જંતુ કરડતા યુવકને માત્ર બાટલો ચઢાવી રઝળતો મુકાયો
Array

પાટડી : ઝેરી જંતુ કરડતા યુવકને માત્ર બાટલો ચઢાવી રઝળતો મુકાયો

- Advertisement -

પાટડીઃ પાટડીમાં ખેત મજૂરી કરતા યુવાનને રાત્રે ખેતરમાં જીવજંતુ કરડતા એને પાટડી સરકારી દવાખાને લઇ જવાયા બાદ બાટલો ચઢાવી રઝળતો મૂકી દીધો હતો. પાટડી ખાનગી દવાખાનામાં પણ આ યુવાનને એક રાત રાખી રૂ. 13000 ખંખેરી લઇ રીફર કરાયો હતો.

પાટડી ખેત મજૂરી કરતા ગુગાભાઇ ઠાકોરને રાત્રે ખેતરમાં કામ કરતા કોઈ જીવ જંતુ કરડી જતાં પાટડી સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં હાજર ડો. કરણ ડાભીએ બોટલ ચડાવી કહ્યું કે આ દર્દીને પાટડીની ખાનગી હોસ્પિટલમાં લઇ જાવ. ત્યારબાદ આ દર્દીને ગંભીર હાલતમાં પાટડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે દર્દીના સગાએ ડોક્ટરને પૂછ્યંા કે સારવારમાં કેટલો ખર્ચ થશે. ત્યારે પાટડીની ખાનગી હોસ્પિટલના ડોકટરે કહ્યું કે 20 થી 25 હજાર જેટલો ખર્ચ થશે. આ સાંભળી ગરીબ ખેતમજૂરનો પરિવાર વિમાસણમાં મુકાઈ ગયો હતો. અને કહ્યું કે આટલા બધા રૂપિયા અમારી પાસે નથી. સાથે આવેલા ખેડૂતે આ દર્દીને વિરમગામ રિફર કરવા કહ્યું તો ડોકટરે એક રાતનું બીલ 13,000 રૂપિયા લઈને દર્દીને રજા આપી હતી.

આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલને પણ રજૂઆત કરાતા એમણે આ બાબતે તાકીદે છેક ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ અંગે પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. રાજકુમાર રમણે જણાવ્યું કે, આ અંગે મારી પાસે કોઇ વિગત નથી. પણ તપાસ કરીને કાર્યવાહી કરીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular