ગાંધીનગર : કમલમ ખાતે ઘડાઇ રણનીતિ, પેટાચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ

0
0

આગામી વિધાનસભાની પેટાચૂંટણીઓના સંદર્ભમાં આજે પ્રદેશ મુખ્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીની અધ્યક્ષતામાં, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાજીની ખાસ ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ.

જૂન 2019માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, જેના પર પેટાચૂંટણી યોજાશે. ત્રીજી નવેમ્બરે મતદાન યોજાશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે રાજ્યના બંને મુખ્ય પક્ષો કૉંગ્રેસ અને ભાજપે પેટાચૂંટણીનો આવનારો જંગ જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે સી. આર. પાટીલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ કૉંગ્રેસે યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here