રાજકોટ : કુખ્યાત ભૂ-માફિયા સામે કડક કાર્યવાહી, ભૂપત ભરવાડ-ટોળકી સામે વધુ એક ગુનો

0
5

જમીન પર ગેરકાયદે કબ્જો, વ્યાજની પઠાણી ઉઘરાણી, હવાલા સહીતની બાબતોમાં સંડોવાયેલા અને અત્યાર સુધી પોલીસની રહેમ નજર હેઠળ રહેલા ભુપત ભરવાડ સામે પોલીસે ગાળિયો કસ્યો છે. એક સાથે ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત સપ્તાહમાં ભૂપત ભરવાડે 2017માં આચરેલા ગુનાની નોંધ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલ છે તે અંતર્ગત ભૂપત ભરવાડ તેમજ રાકેશ પોપટે વર્ષ 2017થી હાલ સુધીમાં ધવલ મીરાણી પાસેથી બળજબરી પૂર્વક જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી 70લાખ રૂપિયા પડાવ્યા છે.

જે કેસ ની વધુ તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ને આરોપી ભૂપત ભરવાડ ના ઘર, ઓફિસ, ફાર્મ હાઉસની સર્ચ કરેલ ત્યાંથી દારૂ મળી આવતા તેનો પણ અલગ ગુનો ભૂપત ભરવાડ વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. આમ, માત્ર બે દિવસ ની અંદર જ ભૂપત ભરવાડ વિરૂદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

જણાવી દઇએ, ખેડુતે રાજુ ગોસ્વામી પાસેથી વર્ષ 2012 માં જમીનનો દસ્તાવેજ ગીરવે મુકી 1 કરોડ વ્યાજે લીધા હતા. જેનુ 3 વર્ષ સુધી વ્યાજ ચુકવ્યુ હતુ. બાદમાં વ્યાજ ચુકવી શકે તેમ ન હોય અન્ય એક શખ્સની જમીન વેચી હતી. પરંતુ તેણે સાટાખાટ કરી પૈસા ન ચુકવી વિશ્ર્વાસઘાત કર્યો હતો તથા ભુપત ભરવાડે ખેડુતની જમીન પર કબ્જો જમાવી લઇ ખેડુતને અહીં પગ ન મુકવા ધમકી આપી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચે ખેડુતની ફરીયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

સામાકાઠા વીસ્તારમાં ઓફીસ ધરાવનાર ભુપત વીરમભાઇ બાબુતર તથા રાકેશ પોપટ સામે ક્રાઇમ બ્રાંચે હોટલ માલીક પાસેથી રૂ.70 લાખ પડાવી લેવા અંગે ગુનો નોંધી ભુપતની ધરપકડ કરી હતી. તેમજ રાકેશની શોધખોળ ચાલી રહી છે.સ દરમ્યાન પોલીસ દ્વારા એવી અપીલ પણ કરવામાં આવી હતી કે ભુપત બાબુતર કે તેની આણી ટોળકીનું કોઇ ભોગ બન્યા હોય તો ફરીયાદ નોંધાવવા પોલીસ પાસે આવે. પોલીસ તેને ન્યાય આપશે અને જરૂર પડયે રક્ષણ પણ આપશે.