અમદાવાદ : લોકડાઉનના નિયમો તોડતા દુકાનદાર અને મોલ સામે કોર્પોરેશનની કડક કાર્યવાહી, હિન્દ હાઇપર માર્કેટને સીલ મારી દીધું

0
0

અમદાવાદ. શહેરમાં લોકડાઉનના નિયમો તોડતા દુકાનદાર અને મોલ સામે કોર્પોરેશન તંત્રએ લાલ આંખ કરી છે. પશ્ચિમ ઝોનમાં આવેલા સ્ટેડિયમ વોર્ડમાં હિન્દ હાઇપર માર્કેટને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સીલ મારી દીધું છે. કોર્પોરેશનએ માત્ર હોમ ડિલિવરીની છૂટ આપી હોવા છતાં ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ આપ્યો હતો જેને લઇ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

પશ્ચિમ ઝોનમાં સ્ટેડિયમ વોર્ડમાં આવેલું હિન્દ હાઇપર માર્કેટ

શહેરમાં દરરોજ અંદાજે 250થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવે છે

રાજ્યમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોના પોઝિટિવના કેસોમાં 50 ટકાથી વધારે કેસો માત્ર અમદાવાદના હોય છે. આમ અમદાવાદમાં દરરોજ અંદાજે 250થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ સામે આવ્યા છે જેમાંથી 261 કેસો માત્ર અમદાવાદના જ છે. અને દર્દી 14ના મોત થયા છે જ્યારે 135 દર્દી ડિસ્ચાર્જ થયા છે.આમ અત્યાર સુધીમાં કુલ 7,171 કેસ અને મૃત્યુઆંક 479 થયો છે. તેમજ 2,382 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.

સોમવારથી લોકડાઉન-4 શરૂ

સોમવારથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉન-4 શરૂ થઈ રહ્યું છે, ત્યારે લોક ડાઉન હળવું કરવાની સાથે કામ ધંધા-રોજગાર પણ શરૂ થવાના છે, જેમાં સરકારના વિવિધ કોટ્રાક્ટના કામો પણ શરૂ થશે, પણ તેની સાથે રાજ્યના મંત્રીઓને પણ ઘરની બહાર નીકળી પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here