Home ગાંધીનગર  ગાંધીનગર : કોમી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરાશે...

ગાંધીનગર : કોમી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરાશે : રાજ્ય પોલીસવડા

0
0

પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં લોકોના સહયોગની અપેક્ષા છે. રેડ ઝોન અને કનન્ટેઇન્મેન્ટ એરિયામાં હજુ પણ લોકડાઉન અંગે પૂરતી વોચ સાથેની કડક કાર્યવાહી ચાલુ રહેશે. સુરત, બોટાદ અને ભરૂચ જેવા સ્થળોમાં શ્રમિકોએ ધીરજ ગુમાવીને અવ્યવસ્થા સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શ્રમિકોને વિનંતી છેકે ધીરજ રાખે અને સહયોગ કરે. કોમી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરનાર સામે કડક પગલા લેવામાં આવશે. 7 મેના રોજ કચ્છમાં એક યુવકની કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલ સાજા થઇને જઇ રહેલાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેથી સરેરાશ રિકવરી રેટ ખૂબ ઊંચો આવ્યો છે. ગાંધીનગરમાં બે પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કુલ કેસ 9,594 અને ભાવનગર તથા મહેસાણામાં કોરોનાના દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 588 થઈ ગયો છે. તો કુલ 3,753 ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં સંક્રમણથી બચવા માટે લોકો દ્વારા તકેદારી રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આવશ્યક ચિજવસ્તુના વેચાણ સ્થળે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે છેકે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવશે.

મહત્વપૂર્ણ ઘટનાઓ

અમદાવાદમાં APL કાર્ડધારકોને 18મેથી રાશન અપાશેઃ અશ્વિની કુમાર

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, NFSA કાર્ડ ધારકોને અનાજ વિતરણ તારીખો જાહેર કરવામાં આવી છે. ઘંઉ, ચોખા, દાળ ખાંડા અને મીઠું એપ્રિલમાં જે રીતે આપવામાં આવ્યા હતા એ રીતે મે મહિનામાં આપવામાં આવશે. આ ઉપરાંત NFSA કાર્ડ ધારકોને ભારત સરકારની યોજના પ્રમાણે વધારાના સાડા ત્રણ કિલો ઘંઉ અને દોઢ કિલો ચોખા પણ આ સાથે જ આપવામાં આવશે. આ સમગ્ર વિતરણ 17 મેથી 27 મે સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. રાશનકાર્ડના છેલ્લા આંકડાના આધરે વિતરણ કરવામાં આવશે. 17થી 27 મે સુધી જે અનાજ વિતરણ કરવામાં આવશે તે અમદાવાદમાં વિતરણ કરાશે નહીં. અમદાવાદ શહેરના મધ્યમવર્ગીઓ પાસે એપીએલ કાર્ડ ધારકોને 18થી 23 મે વચ્ચે રાશન આપવામાં આવશે. આ વિતરણ પ્રક્રિયા પણ રાશન કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે રહેશે.

બનાસકાંઠીની યુવતીનું અર્મેનિયામાં નિધન

અભ્યાસ અર્થે અર્મેનિયા ગયેલી બનાસકાંઠાના ડીસાની યુવતી ભૂમિ ચૌધરીનું નિધન થયું છે. ભૂમિ એન્ટ્રોવાઇરસથી પીડિત હતી. કોરોનાની મહામારી વચ્ચે ભૂમિને વતન પરત લાવવા માટે અનેક લોકોએ ટ્વિટર પર સરકાર પાસે મદદ માગી હતી. જોકે ભૂમિને અંતિમવાર જોવાની પરિવારની ઇચ્છા અધૂરી રહી છે.

રાજ્યમાં સતત 16માં દિવસે 300થી વધુ  કેસ નોંધાયા

આમ રાજ્યમાં સતત 16માં દિવસે 300થી વધુ અને અમદાવાદ શહેરમાં 250થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્માં કુલ નવા 324 કેસ નોંધાતા કુલ આંકડો 9,592 પર પહોંચ્યો છે. પરંતુ તામિલનાડુમાં પણ હાલ પોઝિટિવ કેસની સંખ્યા વધતાં હવે સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી ધરાવતા રાજ્યોની સ્થિતિએ ગુજરાત હવે બીજેથી ખસીને ત્રીજે આવ્યું છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા જોઇએ તો હાલ ગુજરાત સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હી બાદ ચોથા ક્રમે છે. ગુજરાતનો રિકવરી રેટ 38.43 ટકા છે જે દેશમાં અગિયારમાં સ્થાને છે. ગુરુવારે રાજ્યમાં કુલ 191 લોકોને ડિસ્ચાર્જ અપાયા અને અત્યાર સુધીમાં તે આંક 3,753 થયો છે.

છેલ્લા 16 દિવસથી રાજ્ય અને અમદાવાદ માં નોંધાયેલા કોરોનાના કેસો

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)

 

અગાઉ 21 એપ્રિલે ગુજરાત બીજા સ્થાને પહોંચ્યુ હતું

અગાઉ ગઇ 21 એપ્રિલે ગુજરાત 2,178 પોઝિટિવ કેસ સાથે સમગ્ર દેશમાં બીજા સ્થાને સૌથી વધુ કેસ ધરાવતું રાજ્ય બન્યું હતું. તે પૂર્વે 19 એપ્રિલે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું હતું અને તે દિવસે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 હતી. આમ 24 દિવસ બાદ ફરી ગુજરાત સમગ્ર દેશમાં ફરી ત્રીજા સ્થાને આવ્યું છે.

ઈલેક્ટ્રિશિયન, ધોબી, શ્રમિકો, કારીગરોને 1 લાખની લોનનો લાભ મળશે

ધોબી, વાળંદ, ઈલેક્ટ્રિશિયન, કરિયાણા વેપારીઓ, શ્રમિકો તથા કારીગરો જેવા 10 લોકોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂ. 1 લાખ સુધીની લોન રાજ્યની કો-ઓપરેટિવ બેન્કો, જિલ્લા સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટી દ્વારા માત્ર 2 ટકાના વાર્ષિક વ્યાજે આપશે. આવી લોન સહાય મેળવવા માટે લાભાર્થીએ માત્ર એક અરજી કરવાની રહેશે. આવી લોન પર 10થી 12 ટકાનો માર્કેટ રેટ લેવાતો હોય છે.

કુલ 9592 દર્દી, 586ના મોત અને 3753 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 6910 465 2247
વડોદરા 605 32 363
સુરત 983 44 574
રાજકોટ 66 02 51
ભાવનગર 103 07 46
આણંદ 82 07 70
ભરૂચ 32 02 25
ગાંધીનગર 146 05 61
પાટણ 34 02 22
નર્મદા 13 00 12
પંચમહાલ 68 04 37
બનાસકાંઠા 83 03 41
છોટાઉદેપુર 21 01 14
કચ્છ 14 01 06
મહેસાણા 73 02 37
બોટાદ 56 01 29
પોરબંદર 04 00 03
દાહોદ 20 00 01
ખેડા 33 01 14
ગીર-સોમનાથ 22 00 03
જામનગર 33 02 02
મોરબી 02 00 01
સાબરકાંઠા 27 02 09
મહીસાગર 47 01 35
અરવલ્લી 76 02 22
તાપી 02 00 02
વલસાડ 06 01 04
નવસારી 08 00 07
ડાંગ 02 00 02
દેવભૂમિ દ્વારકા 12 00 00
સુરેન્દ્રનગર 03 00 01
જૂનાગઢ 04 00 02
અમરેલી 01 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ  9,592 586 3,753

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App