સુરત : ખાનગી વાહનોની અવર-જવર પર પ્રતિબંધનો કડક અમલ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

0
9
  • પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ રસ્તા પર ઉતર્યા
  • પોલીસ કમિશનરના જાહેરનામાનો કડક અમલ

સુરત. આજથી ખાનગી વાહનોના આવનજાવન ઉપર પ્રતિબંધના પગલે બંદોબસ્ત ગોઠવાયો છે. બહાર નીકળતા તમામ લોકોની પૂછપરછ કરાઈ રહી છે. પોલસીના ઉચ્ચ અધિકારીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આરએએફની પણ મદદ લેવાઈ છે. પોલીસ દ્વારા ઘણા વાહનો પણ ડિટેઈન કરાયા છે.

વાહનો ડિટેઈન કરાયા

સુરત આજથી પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં આવી ગયું છે. ખાનગી વાહનોના આવનજાવન ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરએએફની પણ મદદ લેવામાં આવી છે. બહાર નીકળતા તમામ લોકોની પૂછપરછ કરાઈ રહી છે. સાથ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ રસ્તા પર ઉતર્યા છે. પોલીસ ચુસ્ત અમલવારી માટે તૈયાર થઈ ચૂકી છે. અડાજણ ગુજરાત ગેસ સર્કલ પર પોલીસ કમિશનરના જાહેરનામાનો કડક અમલ કરી વાહનો પણ ડિટેઈન કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here