ગાંધીનગર : કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં કડક અમલવારી, ડ્રોન અને CCTVથી સતત મોનિટરિંગ : રાજ્ય પોલીસ વડા

0
7

ગાંધીનગર : લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાઈ રહી છે. કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ડ્રોન અને સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કાયદાનો ભંગ કરવાના 145 અને રાજકોટમાં 45 ગુના નોંધાયા છે.

રાજ્યના અધિકારીઓ અલગ-અલગ વિસ્તારો પર ધ્યાન આપશેઃ અશ્વિની કુમાર 

અમદાવાદમાં ટેસ્ટિંગના કારણે કેસોમાં વધારો આવ્યો છે. મુખ્યમંત્રીએ ટેસ્ટિંગ વધારવા સૂચના કરી છે. રાજ્યમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે અધિકારીઓને અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે. મુકેશપુરી અમદાવાદ એસવીપી હોસ્પિટલની સારવાર પર ધ્યાન આપશે. પુનમચંદ પરમાર વેન્ટીલેટર પર રહેલા દર્દીઓની સારવાર પર ધ્યાન આપશે. એ.કે.રાકેશ અમદાવાદ ગ્રામ્ય વસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી પર ધ્યાન આપશે. લોકોને અનાજની મુશ્કેલી ન પડે એ માટે પણ ટીમની રચના કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. અમદાવાદ 700, રાજકોટ 600, મોરબી 400, સુરત 150, કચ્છમાં 750 ઉદ્યોગો શરતોને આધિન શરૂ થયા છે. આજથી 66 લાખ કાર્ડધારકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરાવવાની શરૂઆત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

20 તારીખની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

પોરબંદર નગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના સભ્ય લોક ડાઉનનો ભંગ કરતા ઝડપાયા 

રાજકોટ માર્કેટ યાર્ડમાં મળેલ બેઠક પૂર્ણ,  આવતીકાલથી યાર્ડમાં માત્ર ઘઉં ની ખરીદી કરવામાં આવશે

સુરતમાં શાકભાજી વેચનારા ઇસમમાં કોરોનાના લક્ષણ દેખાયા, સેમ્પલ લેવામાં આવ્યા

અમદાવાદમાં 91માંથી 66  કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી

રાજ્યમાં નવા 108 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 91માંથી 66 હોટસ્પોટ વિસ્તારમાંથી, અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહિસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2, વડોદરા અને મહેસાણામાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે 1851 પોઝિટિવ કેસ થયા છે. આજે 4 દર્દીના મોત નીપજ્યાં છે અને એક દર્દીને રજા આપવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. રાજકોટમાં અને બનાસકાંઠામાં વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.

કેન્દ્ર સરકારે 5 ડોક્ટરોની ટીમ મોકલી

આ સ્થિતિ જોઇને કેન્દ્ર સરકારે પાંચ નિષ્ણાતોની ટીમ ગુજરાત મોકલી છે. આ ટીમે અમદાવાદમાં હોસ્પિટલો, પરિક્ષણ માટેની લેબ, તથા પ્રભાવિત વિસ્તારોમાં મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હજુ તેઓ આગામી દિવસોમાં રાજકોટ, વડોદરા અને સુરતની મુલાકાત કરશે. હજુ રાજ્યમાં આગામી બે સપ્તાહમાં કેસમાં વધારો થાય તેવો અંદાજ છે.

ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 127 થઈ

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ખુબ વધારો થયો છે. એક જ અઠવાડિયામાં કોરોનાના વધુ કેસ નોંધાયા અને તેની સાથે તે અન્ય વિસ્તારોમાં પ્રસરી રહ્યો હોઈ એક જ સપ્તાહમાં આવા ઝોન 27થી વધીને 127 થયાં છે જ્યારે તેમાં રહેતી વસ્તી 1.55 લાખથી સીધી 8.50 લાખ જેટલી વધી ગઈ છે. કુલ 1.79 લાખ પરિવારો હાલ આ ઝોનમાં આવે છે. અહીં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ના ચેપનો વ્યાપ અટકાવવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે

અમદાવાદના કેસ ઉ.પ્ર. રાજ્ય કરતાં વધુ

અમદાવાદમાં 1101 કેસ પોઝિટિવ નોંધાયા છે. ઉત્તર પ્રદેશ સમગ્ર રાજ્યના કેસ 1084 છે. અમદાવાદની વસતી 75 લાખ છે જ્યારે ઉ.પ્ર.ની વસતી 22 કરોડ છે. એ રીતે જોઈએ તો અમદાવાદ શહેરના કેસનું પ્રમાણ ઉ.પ્ર. રાજ્ય કરતા પણ વધી ગયું છે.

કુલ દર્દી 1851, 67ના મોત અને 106 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1192 34 29
વડોદરા 181 07 08
સુરત 244 10 11
રાજકોટ 38 00 09
ભાવનગર 32 04 16
આણંદ 28 02 03
ભરૂચ 23 01 02
ગાંધીનગર 17 02 10
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 11 02 00
બનાસકાંઠા 10 00 01
છોટાઉદેપુર 07 00 01
કચ્છ 06 01 00
મહેસાણા 06 00 00
બોટાદ 05 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 03 00 00
ખેડા 02 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 02 00 01
મહીસાગર 03 00 00
અરવલ્લી 07 01 00
કુલ 1851 67 106

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here