Saturday, August 13, 2022
HomeIPL માટે વધુ આકરા નિયમો, હવે દર બે દિવસે ક્રિકેટરોનો કોરોના ટેસ્ટ
Array

IPL માટે વધુ આકરા નિયમો, હવે દર બે દિવસે ક્રિકેટરોનો કોરોના ટેસ્ટ

- Advertisement -

કોરોનાના વધતા જતા કેસોને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓની સુરક્ષા માટેના નિયમોને વધારે આકરા બનાવ્યા છે.

જે પ્રમાણે હવે ક્રિકેટરોએ દર બે દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે.ઉપરાંત ખેલાડીઓને હોટલ બહારથી ભોજન મંગાવવા પર પણ પ્રતિબંધ મુકી દેવાયો છે. કોરોનાની વચ્ચે આઈપીએલનુ આયોજન વિવાદમાં ઘેરાયુ છે અને સાથે સાથે ખેલાડીઓની સુરક્ષા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા હોવાથી બોર્ડે બાયોબબલને વધારે સુરક્ષિત બનાવ્યુ છે.

આ પહેલા ક્રિકેટરોએ દર પાંચ દિવસે ટેસ્ટ કરાવાવનો રહેતો હતો. ઉપરાંત પહેલાની જેમ બહારથી ભોજન પણ મંગાવી નહીં શકાય. આઈપીએલને કેટલાક વિદેશી ક્રિકેટરો અધવચ્ચે છોડી ચુક્યા છે. જોકે ક્રિકેટ બોર્ડ જાહેર કરી ચુક્યુ છે કે, ગમે તે થાય પણ આઈપીએલ ચાલુ રહેશે.

સમાજનો એક વર્ગ એવો પણ છે જે માની રહ્યો છે કે, કોરોનાના કહેર વચ્ચે આઈપીએલને સ્થગિત કરવી જોઈએ. તેની પાછળનુ એક કારણ એ પણ છે કે, જે શહેરોમાં આઈપીએલ રમાઈ રહી છે ત્યાં મોટા પાયે ટીમોને સંસાધનો અને મેન પાવર ફાળવવાની ફરજ પડી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular