સાઉદી માર્કેટમાં કડાકોઃ અરામકોનો શેર IPO પ્રાઈસથી નીચે સરક્યો

0
9

દુબઈ

ઓપેક અને સાથી દેશો ક્રૂડ ઓઈલનાં ઉત્પાદનમાં કાપ મૂકવા અંગે સર્વસંમતિ ન સાધી શકતા ક્રૂડ ઓઈલમાં કડાકાને પગલે સાઉદી અરેબિયાનું શેરબજાર રવિવારે 7.7 ટકા તૂટ્યું હતું. દરમિયાન દુબઈનું માર્કેટ 8.5 ટકા તૂટ્યું હતું. કુવૈત અને અબુ ધાબી માર્કેટ 7 ટકાથી વધુ તૂટ્યા હતા. સાઉદીની સૌથી મોટી ઓઈલ કંપની અરામકોનો શેર પણ આ કરેક્શનની ઝપટમાં આવી ગયો હતો. આ શેર રવિવારે 6.36 ટકા તૂટી ગયો હતો. રિયાધના માર્કેટમાં રવિવારે બપોરે તેના શેરનો ભાવ 30.90 રિયાલ (8.24 ડોલર) થઈ ગયો હતો, જે તેના લિસ્ટિંગ ભાવ 32 રિયાલ કરતાં પણ નીચે આવી ગયો હતો.

અરામકોનું લિસ્ટિંગ થયું ત્યારે તે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ હતી. લિસ્ટિંગના બીજા દિવસે તેનો ભાવ 38.70 રિયાલ બોલાયો હતો. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ શેર 11 ટકા તૂટ્યો છે. કોરોનાને કારણે તેનું માર્કેટ કેપ ખાસ્સું ધોવાઈ ગયું હતું. કોરોના વાયરસને પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં ઓપેક અને સાથી દેશોએ ક્રૂડ ઓઈલનાં ઉત્પાદનમાં રોજના 15 લાખ બેરલનો કાપ મૂકવાનો વિચાર કર્યો હતો, પરંતુ આ મામલે રશિયા આડું ફાટ્યું હતું જેને કારણે સંમતિ થઈ શકી ન હતી. સાઉદી સહિતના ગલ્ફના શેરબજારોમાં રવિવારે ભારે કરેક્શન આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here