રૂટ મોબાઈલની બજારમાં જોરદાર એન્ટ્રી, 110% પ્રિમિયમે લિસ્ટ

0
19

ક્લાઉડ કોમ્યુનિકેશન સર્વિસિસ પ્રોવાઈડર રૂટ મોબાઈલની શેર માર્કેટમાં દમદાર એન્ટ્રી થઈ છે. કંપનીનો સ્ટોક માર્કેટમાં 102 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. શેરની ઈશ્યૂ પ્રાઈસ 350 રૂપિયા રાખવામાં આવી હતી. જ્યારે આ બીએસઈ પર 708 રૂપિયાના ભાવે લિસ્ટ થયા. એટલે કે જે રોકાણકારોએ ઈશ્યૂમાં પૈસા લગાવ્યા હતા, તેના પૈસા 2 સપ્તાહમાં જ ડબલ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, ઈશ્યૂ રોકાણ માટે 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી ખુલ્યો હતો. જેને રોકાણકારોનો શાનદાર રિસ્પોન્સ મળ્યો.

110 ટકા સુધી મજબૂત થઈને તૂટ્યો શેર

આજના કારોબારમાં રૂટ મોબાઈલનો શેર ઇશ્યૂ ભાવથી 110 ટકા વધીને રૂ. 735 સુધી પહોંચ્યો છે. જોકે આ પછી શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. અત્યારે શેર બીએસઈ પરના લિસ્ટિંગ ભાવથી આશરે 8.5 ટકાના ઘટાડા સાથે 648.25 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. તે જ રીતે, એનએસઈ પર તે 653.35 રૂપિયાના ભાવ પર આવ્યો છે.

શું હતી પ્રાઈસ બેન્ડ

આઈપીઓ માટે કંપનીએ શેર દીઠ 345-350 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. લોટ સાઇઝ 40 શેર્સ હતા, એટલે કે ઓછામાં ઓછા 40 શેર્સ માટે અરજી કરવાની હતી. આ ઇશ્યૂ પછી, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 96 ટકાથી ઘટીને 66 ટકા થઈ જશે. કંપની આ ઈશ્યૂમાંથી થતી આવકનો ઉપયોગ દેવું ઘટાડવા, ઓફિસો ખરીદવા અને વ્યૂહરચનાત્મક હસ્તાંતરણ માટે કરશે.

કંપની બાબતે

કંપનીની શરૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી. કંપની મુખ્યત્વે ઓટીટી અને મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ (એમ.એન.ઓ.) માટે ઓમ્નીચેનલ ક્લાઉડ કમ્યુનિકેશન સર્વિસનું કામ કરે છે. કંપની પાસે વિશ્વની મોટી સોશિયલ મીડિયા કંપનીઓ, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, ઉડ્ડયન, રિટેલ, ઇ-કોમર્સ, લોજિસ્ટિક્સ, આરોગ્ય, હોસ્પિટાલિટી અને ટેલિકોમ ક્ષેત્ર સહિતનો મોટો કસ્ટમર બેઝ છે.

કંપનીનું નાણાકીય પ્રદર્શન

નાણાકીય વર્ષ 2019-20 માટે 956.2 કરોડ રૂપિયાની તુલનામાં 30 જૂને પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 309.6 કરોડ રૂપિયા રહી હતી. નાણાકીય વર્ષ 2017-18થી 2019-20 દરમિયાન કંપનીની આવક 37.6 ટકાના વધારા સાથે 956.3 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કંપનીનો ચોખ્ખો નફો 21.6 ટકાના વધારા સાથે 69.1 રૂપિયા થયો છે.

આમ, રુટ મોબાઇલનો વિકાસ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સારો રહ્યો છે. નફો અને આવક બંનેમાં અદભૂત વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ કેટલાક પરિબળો છે જે કંપનીના લાંબા ગાળાના વિકાસને અસર કરી શકે છે. તેનો મુખ્ય વ્યવસાય કોમ્યુનિકેશન આધારિત છે. તેથી, કંપનીને આ ક્ષેત્રની અન્ય મોટી કંપનીઓ તરફથી સખત સ્પર્ધા મળી રહી છે. કંપનીની બુક્સ પર હજુ પણ જવાબદારીઓ ખૂબ વધારે છે, જે બેલેન્સશીટના લગભગ 55 ટકા છે. આનાથી કેપિટલ સ્ટ્રેસ ઉભો થઈ શકે છે. લાંબા ગાળાના રોકાણકારોએ હવે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આ આઈપીઓ ઉચ્ચ જોખમ ખેડનારા રોકાણકારો માટે યોગ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here