સુશાંત ડેથ કેસમાં ડ્રગ્સ એંગલ : NCB અધિકારીનો દાવો : રિયા વિરુદ્ધ સંગીન પુરાવા અને કેસ મજબૂત, 20 વર્ષની જેલ થઈ શકે છે

0
11

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં ડ્રગ્સ એંગલમાં રિયા ચક્રવર્તીને 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના એક અધિકારીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. અધિકારીના મતે, તેમની પાસે રિયા વિરુદ્ધ નક્કર પુરાવા છે અને કેસ ઘણો જ સ્ટ્રોંગ બની ગયો છે. આ જ કારણ છે કે લોઅર તથા સેશન્સ કોર્ટમાંથી રિયાને જામીન મળ્યા નહીં. અધિકારી સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશઃ

સવાલઃ રિયા તથા શોવિકે બોલિવૂડમાંથી કોના-કોના નામનો ખુલાસો કર્યો છે?
જવાબઃ
અત્યારે એ નામો જાહેર કરી શકીએ નહીં, કારણ કે તપાસ હજુ ચાલુ છે. અત્યારે કોઈનાં નામ જાહેર કરવા એ વાત યોગ્ય નથી.

સવાલઃ રિયા પાસે કેટલું ડ્રગ્સ હતું?
જવાબઃ
આ માત્ર 59 ગ્રામ ડ્રગ્સની વાત નથી. આ વાત રિયાએ કહી હતી. અમારી ટીમે અનુજ કેસવાની પાસેથી કમર્શિયલ ક્વોન્ટિટીમાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અમે આમાં આગળ તપાસ કરી રહ્યા છીએ. અમારો કેસ મજબૂત છે. આ જ કારણ છે કે માનનીય લોઅર તથા સેશન્સ કોર્ટે તેની જામીન અરજી રદ કરી.

સવાલઃ આ આખા કેસમાં રિયા સીધી રીતે સંડોવાઈ છે, તેમ કહી શકાય?
જવાબઃ
ઈન્વૉલ્વમેન્ટ ષડ્યંત્ર અંગે છે. તેના પર કેસ પણ એ જ રીતે કરવામાં આવ્યો છે. તેને રિલેટેડ તમામ ઓર્ડર સાર્વજનિક છે.

સવાલઃ રિયા વારંવાર કહી રહી છે કે તે ડ્રગ્સ લેતી નથી. તેણે સુશાંતના કહેવા પર ડ્રગ્સ મગાવ્યું હતું?
જવાબઃ
આ બાબત વિચારધીન છે, આથી આ અંગે હાલમાં કહેવું યોગ્ય નથી.

સવાલઃ સુશાંત તો હવે જીવિત નથી, તો કેવી રીતે સાબિત કરી શકાય કે તે ડ્રગ્સ લેતો હતો?
જવાબઃ
આ વાત સાબિત થશે. તેની ચિંતા ના કરો. આ અમારું કામ છે, એટલે જ અમે તપાસ અંગે હાલમાં કંઈ જ કહેવા માગતા નથી.

સવાલઃ ડ્રગ્સ કેસમાં કંગનાની પણ તપાસ થશે?
જવાબઃ
એ અમને ખબર નથી. અમારું ફોકસ આ કેસ (CR No. 15) પર છે. કંગના અંગે અમે કંઈ જ ના કહી શકીએ, કારણ કે તે કેસ અમારા કેસ સાથે કનેક્ટેડ નથી.

સવાલઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી તમારાં જે ઓપરેશન્સ રહ્યાં છે, એમાં બોલિવૂડના કયા એ લિસ્ટર્સનાં નામ સામે આવ્યાં હતાં? મોટાં માથાંની ધરપકડ થશે?
જવાબઃ
માત્ર એક સોસાયટીનું નામ લેવામાં આવી રહ્યું છે, એ ખોટું છે. અમે આ સોશિયલ પ્રોબ્લેમને ઠીક કરવા માગીએ છીએ. માત્ર એક સોસાયટી પાછળ પડવું યોગ્ય નથી. મુંબઈમાં ખરાબ રીતે આ ફેલાયેલું છે. આ એક કેસ છે, જેમાં NDPS હેઠળ સજા થશે. અમે માત્ર કેટલાક લોકોને પકડવા નથી માગતા, પરંતુ દરેકને ટાર્ગેટ કરી રહ્યા છીએ.

સવાલઃ શું એ વાત સાબિત થઈ ગઈ કે રિયા તથા શોવિક ડ્રગ પેડલર્સ સાથે સંપર્કમાં હતાં?
જવાબઃ
આ સમયે તો હું શું બોલું? કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમારે તમામ પુરાવા કોર્ટમાં આપવાના છે, આથી તપાસ સાથે જોડાયેલી એકપણ બાબત હું જાહેર કરી શકું નહીં.

સવાલઃ કોર્ટમાં ક્યારે પુરાવાઓ આપશો?
જવાબઃ
અત્યારે તો તેની બેલ રિજેક્ટ થઈ છે. હાલમાં ટ્રાયલ ચાલશે. ચાર્જશીટ ફાઈલ કરવા માટે NCB પાસે 180 દિવસનો સમય છે. આ કમર્શિયલ ક્વોન્ટિટીનો કેસ છે, તેથી જ અમે પૂરી તપાસ કરીશું અને પછી જ પુરાવા રજૂ કરીશું.

સવાલઃ સામાન્ય વ્યક્તિને કમર્શિયલ યુઝ કેવી રીતે સમજાવી શકાય?
જવાબઃ
એક સ્મોલ ક્વોન્ટિટી હોય છે, બીજી મિડલ તથા ત્રીજી કમર્શિયલ ક્વોન્ટિટી. કમર્શિયલ ક્વોન્ટિટી જો સાબિત થઈ તો 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. મિડલમાં 10 તથા સ્મોલમાં 1 વર્ષની સજાની જોગવાઈ છે.

સવાલઃ રિયાના કેસમાં બિગ ક્વોન્ટિટી છે?
જવાબઃ
હા, આ કેસમાં અમે જે સપ્લાયરની ધરપકડ કરી છે, તેની પાસેથી મોટા જથ્થામાં ડ્રગ્સ મળ્યું છે.

સવાલઃ આ સપ્લાય સુશાંતના મોત સુધી થતું હતું?
જવાબઃ
અમે જે પેડલરને પકડ્યો છે તે મેજર સપ્લાયર છે. અમે આ લિંક નથી કરી રહ્યા કે સપ્લાય ક્યારે થતું હતું, અમે તો બસ એક ગેંગને બર્સ્ટ કરી છે.

સવાલઃ રિયા તો કંઈ પણ સ્વીકાર કરતી નથી?
જવાબઃ
આ અંગે હું કંઈ જ ના કહી શકું. આમ કરવું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે.

સવાલઃ શોવિકે તો બહુ જલ્દી માની લીધું કે તે ડ્રગ્સ લાવતો હતો?
જવાબઃ
સાચું કહું તો મીડિયામાં જે માહિતી આવે છે એ 90 ટકા ખોટી હોય છે. નામને લઈ જે અટકળ કરવામાં આવી રહી છે એ તદ્દન ખોટી છે. અમને અમારું કામ કરવા દો. ચાર્જશીટ ફાઈલ કરીશું ત્યારે તમામ નામો સામે આવશે. અત્યારે કોઈનું પણ નામ લેવાથી તપાસને અસર થશે.

સવાલઃ જો લોકલ પોલીસે પ્રાથમિક તબક્કે જ પુરાવાઓ સાથે છેડછાડ કરી હશે તો તપાસ એજન્સી ગુનેગારોને કેવી રીતે પકડશે? પુરાવા સાથે છેડછાડ કરવાને કારણે આરુષિ તથા સુનંદા પુષ્કરના હત્યારાઓ આજ સુધી પકડાઈ શકાયા નથી?
જવાબઃ
અમને એવો કોઈ વાંધો આવ્યો નથી. અમારો કેસ ઘણો જ સ્ટ્રોંગ બની ગયો છે. અમે સાબિત કરી દઈશું.

સવાલઃ શું ડ્રગ્સની વધુ માત્રા લેવાથી મોત થઈ શકે છે?
જવાબઃ
આ અંગે હું હાલમાં કંઈ જ ના કહી શકું. આ બહુ જ જેનેરિક છે. દરેકની સારવાર અલગ હોય છે અને દરેકમાં લક્ષણ પણ અલગ હોય છે.

સવાલઃ ગાંજો તો બહુ મોટો ગુનો નથી ને?
જવાબઃ
અમે દરેક પ્રકારના ડ્રગ્સને એકસમાન રીતે જોઈએ છીએ. કમર્શિયલ ક્વોન્ટિટીના થ્રેશહોલ્ડ અલગ-અલગ હોય છે.

સવાલઃ પાંચ કે 10 વર્ષ પહેલાં પણ આ પ્રકારના કેસમાં બોલિવૂડમાંથી કોઈનું નામ આવ્યું હતું?
જવાબઃ
હાલમાં હું આ કહી શકું તેમ નથી. આ તપાસનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here