Friday, April 19, 2024
HomeJNU માં ફી વધારા વિરુદ્ધ વિધાર્થીઓનો હોબાળો, પોલીસ સાથે ધર્ષણ
Array

JNU માં ફી વધારા વિરુદ્ધ વિધાર્થીઓનો હોબાળો, પોલીસ સાથે ધર્ષણ

- Advertisement -

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારા વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જે અંતર્ગત JNU કેમ્પસમાંથી હજારો વિદ્યાર્થીઓએ સંસદ ભવન સુધી વિરોધ માર્ચ શરૂ કરી છે. જો કે ધારા 144 લાગૂ કરવામાં આવી હોવા છતાં પ્રદર્શનકર્તા વિદ્યાર્થીઓ બેરિકેડ તોડીને આગળ વધ્યા છે. પોલીસ પણ વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામૂકીના સમાચાર પણ સામે આવ્યા છે. દિલ્હી પોલીસે અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની અટકાયત કરી છે.

વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ દ્વારા માર્ચને સફળ બનાવવા માટે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, તેઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થાય. એવામાં દિલ્હી પોલીસ સામે એક પડકાર પણ ઉભો થયો છે. કારણ કે ,આજે જ સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે, જેને પગેલ સંસદની આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular