વડોદરા : ધો.10 ના વિદ્યાર્થીની કરામત, ફૂડ પેકેટ્સ અને દવાઓ લઈ જાય તેવા એરોપ્લેન, ડ્રોન બનાવ્યાં

0
5

વડોદરા સહિત રાજ્ય અને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં તંત્ર કોરોના વાઇરસના સંક્રમણથી બચવા લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યા છે. જોકે વડોદરા શહેરના મકારપુરા રોડ પર આવેલી અમૃતનગર સોસાયટીના એક વિધાર્થીએ લોકડાઉનના સમયનો સારો ઉપયોગ કર્યો છે. 20 વર્ષના પ્રિન્સ પંચાલે સમાન લઈને ઉડી શકે તેવા એરોપ્લેન અને ડ્રોન બનાવ્યું છે. પ્રિન્સે પ્લેનમા એવી વ્યવસ્થા કરી છે કે તેના મારફતે ફૂડ પેકેટ્સ અન્ય સ્થળે મોકલી શકાય છે. જેમ મોટા એરોપ્લેનમાંથી હવામાં રહીને સમાન નીચે નાખી શકાય છે તે જ રીતે પ્રિન્સે બનાવેલા નાના એરોપ્લેનમાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે. તેને એક ડ્રોન પર જીપીએસ સિસ્ટમ અને ટેલિમેન્ટરી મૂકી છે. જેના દ્વારા નક્કી કરેલા અંતરે તે પહોંચી શકે છે.

લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ્સ અને દવાઓ મોકલવી હોય તો ડ્રોનના નીચે બનાવેલી બકેટમાં તે મૂકી શકાય છે. આ ડ્રોનમાં તેણે એવી સિસ્ટમ ગોઠવી છે જેમાં ડ્રોન હવામાં રહીને વ્યક્તિના ધાબા પર અથવા અન્યત્ર સ્થળે સમાન નીચે નાખી શકે છે. આ ડ્રોન અને એરોપ્લેન 500 ગ્રામથી 750 ગ્રામ જેટલો સમાન લઈ જઈ શકે છે. લોકડાઉનમાં સોસાયટીના અન્ય લોકોને મનોરંજન પૂરું પાડવા માટે અલગ અલગ પ્રકારના પ્લેન ઉડાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ છેલ્લા 5 વર્ષથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપે છે. પરંતુ વારસામાં મળેલી કલાથી તેને આ મશીનરી બનાવી છે.

અમને ગર્વ છે, તેને પૂરો સપોર્ટ કરીએ છીએ

પ્રિન્સના પિતા પ્રમોદ પંચાલે જણાવ્યું હતું કે, હું અને મારા પિતા ગિરધારલાલ એન્જીનીયરીંગ યુનિટ ચલાવીએ છીએ. પ્રિન્સ નાનો હતો ત્યારથી જ તેને મશીનરીમાં રસ હતો. તે એરોપ્લેન બનાવતો ગયો અને અમે તેને મદદ કરતા રહ્યા. તેને જેની જરૂર પડે છે તે અમે લાવીને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જોકે તેની ઈચ્છા છે કે તે પોલીસ વિભાગ અને સરકારની મદદ કરવા માંગે છે. સરકાર જો તેને પ્રોત્સાહન આપે તો તે આનાથી સારું કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here