Friday, December 3, 2021
Homeવડોદરા : ધોરણ 10 ની પુરક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત!
Array

વડોદરા : ધોરણ 10 ની પુરક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત!

વિદ્યાર્થીને પબજી ગેમની લત અને સિકલસેલની બીમારીના કારણે અંતિમ પગલુ ભર્યુ હોવાનું પણ અનુમાન

વડોદરા શહેરના આજવા નજીક ધો-10ના વિદ્યાર્થીએ પૂરક પરીક્ષામાં નાપાસ થતા ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો. 17 વર્ષનો જયદેવ વસાવા શહેરના આજવા રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતો હતો. તેણે માર્ચ 2020માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં તે નાપાસ થયા બાદ ફરીથી પૂરક પરીક્ષા આપી હતી.

પરંતુ, તે પુરક પરીક્ષામાં પણ નાપાસ થયો હતો. આ વાત તેના મનમાં ઘર કરી ગઇ હતી. બોપોદ પોસીલની પ્રાથમિક તપાસમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા આ નિર્ણય લેવાયો હોવાનું માનવમા આવી રહ્યું છે.

તો બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિદ્યાર્થીને પબજી ગેમની લત અને સિકલસેલની બીમારીના કારણે તેણે અંતિમ પગલુ ભર્યુ હોવાનું બહાર આવ્યું છે.

જયદેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો. જયદેવ ઘણા સમયથી પબજીની લત લાગી ગઇ હતી. જેથી તે હંમેશા પબજી જ રમ્યા કરતો હતો. આ ઉપરાંત તેને સિકલસેલ નામની બિમારી પણ હતી. જેથી માનસિક રીતે પણ તુટી પડ્યો હતો. આ કારણોસર તેને મોડી સાંજે પોતાનાં રૂમમાં ફાંસો ખાઇ લીધો હોવાનું અનુમાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments