હિંમતનગર : સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાથરસ દુષ્કર્મ મામલે રેલી યોજાતા પોલીસે કરી અટકાયત.

0
3

તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે દુષ્કર્મ મામલે ભારતભરમાં લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે ત્યારે આજરોજ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને હાથરસ દુષ્કર્મ મામલે આવેદનપત્ર માટે રેલી યોજવામાં આવી હતી.

હિંમતનગર બસ સ્ટેશન થી કલેકટર કચેરી સુધી ચાલતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મંજૂરી વિના રેલી યોજાતાં હિંમતનગર બી ડીવીઝન પોલીસે સિવિલ સર્કલ પાસેથી અંદાજે ત્રીસ કરતાં પણ વધારે કાર્યકરોની અટકાયત કરી, પોલીસ મથકે લઈ જવાયા હતા, કાર્યકરો દ્વારા પોલીસ મથકમાં પણ હાથરસ દુષ્કર્મ મામલે ન્યાય ની માગણી સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

હિંમતનગર બી ડીવીઝન પોલીસ દ્વારા સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના અગ્રણીઓ સાથે સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગણી કરવામાં આવી હતી કે હાથરસ દુષ્કર્મ મામલે દુષ્કર્મ આચરનાર નરાધમોને સખતમાં સખત સજા આપવામાં આવી તેમજ સ્ત્રીઓ સાથે થતાં દુષ્કર્મ મામલે સરકાર વિવિધ માર્ગદર્શન અને શિબિરો યોજે, મહિલાઓ તેમજ યુવતીઓ ને પોતાના સ્વ બચાવ માટે યોગ્ય તાલીમ આપવામાં આવી, તેમજ દરેક ગામમાં મહિલાઓ અને યુવતીઓ ને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવે
આ તમામ માંગણીઓ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here