બનાસકાંઠા : વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબુર

0
63
ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામડાઓ માંથી તાલુકા શહેરમાં આવતાં શાળાના બાળકોને સમયસર સ્કુલે જવા આવવા બસોના મુકાતાં  વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે.  આવતાં ભલે સરકાર સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રો પોકારતી હોય પરંતુ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે.
ધાનેરા તાલુકો રાજસ્થાનને અડીને આવેલો છેવાડો તાલુકો છે જ્યાં ગામડાઓમાં વિકાસ હજુ ઝોઝનો દુર છે. ઉલ્લેખનીય છે કે જે ગામડાઓમાં પહેલાં બસો જતી હતી એ બસોના રૂટો પણ અત્યારે બંધ કરી દેવાયા છે જેથી વિદ્યાર્થીઓ સ્કૂલોમાં આવવા જવા પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.
ધાનેરામા બાળકોની જોખમી મુસાફરીના દ્રશ્યો રોજિંદા બની ગયાં છે ખાનગી વાહન ચાલકો પણ વિદ્યાર્થીઓની મજુબૂરીનો લાભ લઈ ઘેટાં બકરાની જેમ બેસાડી રહ્યા છે ભારતનું ભવિષ્ય ઘણાતાં બાળકોને અભ્યાસ મેળવવા આટલી મુશ્કેલીઓ સરકારને શરમ અપાવે તેવી છે. જોકે ચન્દ્ર પર જવાની વાતો કરતી સરકાર બનાસકાંઠા જિલ્લાના બાળકો માટે બસોની સુવિધા કયારે પુરી પાડે છે એ જોવું રહ્યું.
રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here