સુરત : SVNIT કોલેજમાં વિવિધ બ્રાન્ચની પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન વીડિયો ફોન્સરન્સી મિટીંગ કરી

0
0

સુરત. પીપલોદ ખાતે આવેલી SVNIT કોલેજમાં વિવિધ બ્રાન્ચની પરીક્ષાઓને લઈ કોલેજ સંચાલકો અને વિદ્યાર્થી સામ સામે આવી ગયાં છે. 8મી જૂનથી શરૂ થનારી પરીક્ષાનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કેમિકલ, કોમ્પ્યુટર સહિતના બ્રાન્ચના 750-800 જેટલા વિદ્યાર્થીઓએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરીક્ષાના વિરોધ માટે મિટિંગ કરી છે.

વિદ્યાર્થીઓનો કોર્ષ અધૂરો હોવાની રાવ

કોલેજ દ્વારા 16 માર્ચે કહેવાયું હતું કે, 29 માર્ચ સુધી કોલેજ બંધ રહેશે. જેને લઈ વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે ચાલી ગયા હતા.ત્યારબાદ 22 માર્ચથી લોકડાઉન શરૂ થઈ ગયું હતું.ત્યારબાદ કોલેજે 3 મેં 2020ના શરૂ થશે એની જાણ કરી અને 27 જૂન સુધી અભ્યાસ પૂરો કરાવવાની બાંયધરી આપી ત્યારબાદ પરીક્ષા લેવાશે એમ કહ્યું હતું.ત્યારબાદ લોકડાઉન 2 આવી ગયું વિદ્યાર્થીઓએ ઓન લાઇન અભ્યાસની વાત કરતા કોલેજે વિદ્યાર્થીઓ સૂચનને નકારી કાઢ્યાં હતાં. લોકડાઉન 3 માં કોલેજ દ્વારા ઓન લાઇન અભ્યાસનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જોકે તમામ બ્રાન્ચના 5 પૈકી કોઈમાં બ્રાન્ચમાં 4 તો કોઈ બ્રાન્ચમાં 3, 2 એવી રીતે પ્રોફેસરો અભ્યાસ કરાવી રહ્યાં હોવાનું વિદ્યાર્થીઓએ કહ્યું હતું.

વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

કેટલાક વિદ્યાર્થોઓ ઈન્ટરનેટ સમસ્યાને લઈ બરાબર અભ્યાસ ન કરી શક્યા અને બે સપ્તાહ ચાલેલો ઓનલાઇન અભ્યાસ વિદ્યાર્થીઓ માટે મુંઝવણ બની ગયો છે.લોકડાઉનમાં 4માં કોલેજના પ્રોફેસરો ઓન લાઈન પરીક્ષા લેવા મીટીંગ કરવા માંડ્યા છે. ફાઈનલ પરીક્ષાનું 50 ટકા મહત્વ અને 30 ટકા પર લઈ જવાની વાત કરવા લાગ્યા છે.વિદ્યાર્થીઓએ અભ્યાસ અધૂરો રહી ગયો હોવાની વાત કરતા PDF ફાઈલ આપી દેવાઈ છે.ઓન લાઇન પરીક્ષામાં ઓપન બુક સાથે પરીક્ષા આપવાના સૂચનો અપાયા છે.

આઈઆઈટીની જેમ ગ્રેડ આપવા માંગ

પરીક્ષામાં સાધન સામગ્રીને લઈ વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.છેવટે વિદ્યાર્થીઓએ વીડિયો કોન્ફરસન્સ કરી પરીક્ષાનો વિરોધ કરવા એક સંપ થયા છે.તમામ વિદ્યાર્થોઓ ને પાછળ 3 વર્ષનું પરિણામ જોઈ ગ્રેડ આપવા માગ કરી છે.વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દેશની ટોપર IIT માં પણ પાછલા 3 વર્ષનું પરિણામ જોઈ ગ્રેડ અપાતા હોય તો SVNIT માં કેમ ન કરી શકાય તેવો સવાલ ઉઠાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here