Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

રાજકોટની ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. અંદાજે 1000 થી પણ વધુ વિદ્યાર્થીનીઓએ પાણીની સમસ્યાને કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોસ્ટેલનાં કોઇ પણ સંચાલકોએ ફોન ન ઉઠવ્યા હોવાનો પણ વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલમાં પડતી સમસ્યાને લઇને વિદ્યાર્થીનીઓએ અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતાં વિદ્યાર્થીનીઓએ ધરણાં પર બેસવાની ફરજ પડી હતી. ત્યારે હવે આ ધરણાંથી સમસ્યાનું નિરાકરણ આવશે કે પછી હજુ પણ સમસ્યાનો સામનો કરવો પડશે તે જોવાનું રહેશે.

આ દરમિયાન વિદ્યાર્થીનીઓએ અમને પાણી આપો જેવા નારા પણ લગાવ્યા હતા. સૌથી શરમજનક વાત એ રહી કે વિદ્યાર્થીનીઓને પોતાનો અભ્યાસ છોડી આ રીતે પ્રદર્શન કરી પણીની માંગણી કરવી પડી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments