જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ ચાલુ, મીડિયા પહોંચતા સંચાલકોએ વિદ્યાર્થીઓને ભગાડ્યા, નાસભાગ મચી

0
4

જેતપુર. કોરોના મહામારીને કારણે હાલ સ્કૂલ-કોલેજો બંધ છે. સ્કૂલ-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે સરકારની ગાઇડલાઇનનો ઉલાળ્યો કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસ કરાવવાની સરકારનીમનાઇ છે. છતાં આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો. આ અંગેની જાણ મીડિયાને થતા સ્કૂલે પહોંચ્યું હતું. પરંતુ સંચાલકોને મીડિયાની જાણ થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભગાડી મુક્યા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા છે.

મપોલીસ કાફલો શિક્ષણ વિભાગની ટીમ દોડી આવી 

આ અંગે જેતપુર પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ થતા ટીમ સ્કૂલ ખાતે દોડી આવી છે. શિક્ષણ વિભાગે આ અંગે સંચાલકોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. અત્યારે સરકારની સ્કૂલમાં અભ્યાસક્રમ ચલાવવાની મંજૂરી ન હોવા છતાં સ્કૂલ કોના કહેવાથી ચાલતી હતી તે એક સવાલ લોકોમાં ઉઠ્યો છે. તેમજ કોઇ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો તેની જવાબદારી કોની? તેવો સવાલ પણ લોકોમાં ઉઠ્યો છે.