Saturday, September 18, 2021
Homeવેક્સિન મિક્સિંગ પર સ્ટડી : કોવેક્સિન અને કોવિશીલ્ડના ડોઝનું થશે મિક્સિંગ
Array

વેક્સિન મિક્સિંગ પર સ્ટડી : કોવેક્સિન અને કોવિશીલ્ડના ડોઝનું થશે મિક્સિંગ

ભારતમાં મિક્સ એન્ડ મેચ વેક્સિનને લઈને ઝડપથી ટ્રાયલ શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન(CDSCO)ની એક્સપર્ટ પેનલે કોવેક્સિન અને કોવિશીલ્ડના ડોઝના મિક્સિંગને લઈને ટ્રાયલની મંજૂરી આપવાની ભલામણ કરી છે.

How many people became infected with corona after the first dose of Covaxin  and Covishield

કિશ્ચિયન મેડિકલ કોલેજ(CMC) વેલ્લોરે બંને વેક્સિનની ઈન્ટરચેન્જિબિલિટી સ્ટડી પ્રોટોકોલ માટે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી(SEC) પાસેથી મંજૂરી માટે અરજી કરી છે. SECએ ભારત બાયોટેકની કોવેક્સિન અને એડેનોવાઇરસ ઈન્ટાજેનલ વેક્સિન(BBV154)ના ઈન્ટરચેન્જિબિલિટી સ્ટડી પ્રોટોકોલનો ટ્રાયલ મંજૂરી કરવાની પણ ભલામણ કરી છે. જોકે કમિટીએ ભારત બાયોટેકને પોતાના સ્ટડી ટાઈટલમાંથી ઈન્ટરચેન્જેબિલિટી શબ્દ હટાવીને રિવાઈઝ્ડ પ્રોટોકોલ આપવાનો નિર્દેશ આપ્યો છે.

ટ્રાયલ સફળ રહેશે તો બંને ડોઝ અલગ-અલગ વેક્સિનના લઈ શકાશે
આ સ્ટડી પરથી એ જાણવા મળશે કે શું કોઈ વ્યક્તિને બે અલગ-અલગ વેક્સિનના ડોઝ આપી શકાય. એટલે કે પ્રથમ ડોઝ કોવિશીલ્ડ અને બીજો ડોઝ કોવેક્સિનનો આપીને રસીકરણ પૂરુ કરી શકાશે કે નહિ.

CDSCOએ બાળકોના વેક્સિનેશન સંબંધિત સેફટી ડેટા માગ્યો
એક્સપર્ટ ટીમે બાયોલોજિકલ-ઈ પાસેથી 5થી 17 વર્ષના એજ ગ્રુપને વેક્સિન આપવા સંબંધિત સેફ્ટી ડેટા પણ માગ્યો છે. ટીમે એક રસી પછી ઈમ્યુનોજેનેસિટી ડેટાને લઈને પણ ચર્ચા કરી હતી. બાયોલોજિકલ-ઈએ ફેઝ 2 અને 3ની ક્લિનિકલ ટ્રાયલને લઈને એપ્લિકેશન આપી હતી. કંપનીને કહેવામાં આવ્યું છે કે તે એડલ્ટ્સ પર કરવામાં આવેલી ટ્રાયલની સેફ્ટી અને ઈમ્યુનોજેનેસિટી ડેટા CDSCOને સોંપે.

જોનસન એન્ડ જોનસને સિંગલ ડોઝ વેક્સિનનું પ્રપોઝલ પરત લીધું
એક અન્ય અધિકારિક સૂત્રએ કહ્યું હતું કે અમેરિકાની દવા કંપની જોનસન એન્ડ જોનસન(J&U)ની સિંગલ ડોઝ વેક્સિનના ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલની અનુમતિ આપવા પર પણ ચર્ચા થવાની હતી. જોકે ફર્મે પોતાના પ્રપોઝલને પરત લઈ લીધું છે. કંપનીએ ત્રીજા ફેઝમાં બે એજ ગ્રુપના 600 લોકો પર પોતાની વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલને લઈને અરજી કરી હતી. એમાં 18થી 59 અને 60થી ઉપરના લોકો સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments