અકસ્માત : 30 ફૂટની ઊંચાઈએથી સ્ટંટમેન નીચે પડતાં ગંભીર રીતે ઘાયલ, વિન ડીઝલ આઘાતમાં

0
53

લંડનઃ હોલિવૂડ સ્ટાર વિન ડીઝલની ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 9’ આવતા વર્ષે 21 મેના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં વિન ડીઝલના બૉડી ડબલ કરતાં સ્ટંટમેન જોને ગંભીર ઈજા થઈ છે. શૂટિંગ દરમિયાન સ્ટંટમેન ગેલેરીમાંથી 30 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડ્યો હતો. આ ઘટનાને કારણે વિન ડીઝલ આઘાતમાં છે.

કેવી રીતે ઘટના બની?

સેફ્ટી કેબલ તૂટી ગયો

આ ઘટના ઈંગ્લેન્ડના વોનર્સ બ્રધર્સ સ્ટૂડિયોમાં બની હતી. સ્ટૂડિયોમાં ફિલ્મના એક ક્રાઈમ સીનનું શૂટિંગ ચાલતું હતું. જે ગેલેરીમાં શૂટ થતું હતું. જો સેફ્ટી કેબલ સાથે જ શૂટિંગ કરતો હતો પરંતુ અચાનક જ સેફ્ટી કેબલ તૂટી ગયા હતાં અને તેને કારણે તે 30 ફૂટની ઊંચાઈથી નીચે પટકાયો હતો અને તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ આખી ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ છે. તેને તાત્કાલિક રોયલ લંડન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના 22 જુલાઈના રોજ બપોરે બની હતી.

શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું

આ ઘટના બન્યા બાદ હાલ પૂરતું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. ફિલ્મની કાસ્ટ તથા ક્રૂને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે આ ઘટના અંગેની તપાસ શરૂ કરી દીધી છે.

વિનની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઘટના બન્યાની થોડીક જ ક્ષણોમાં વિન ડીઝલ સ્ટૂડિયો આવ્યો હતો અને તે સ્ટંટમેનને મળ્યો હતો. વિનને ઘેરો આઘાત લાગ્યો છે અને તેની આંખમાં આંસુ આવી ગયા હતાં.

પહેલાં પણ આવો અકસ્માત થયો હતો

આ પહેલો પ્રસંગ નથી કે વિન ડીઝલના કોઈ સ્ટંટમેન ડબલ સાથે આવી ઘટના બની હોય. વર્ષ 2002માં હૈરી ઓ કોનર પેરા-સેલિંગ સીનના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here