સુરત : મનપાના નવા સીમાંકન બાદ સમાવિષ્ટ થયેલા ભાઠા ગામમાં રસ્તા અને ગટરની સમસ્યાથી છૂટકારો અપાવવા રજૂઆત

0
12

મહાનગરપાલિકાના નવા સીમાંકન બાદ અંતરીયાળ વિસ્તારમાં આવેલ ભાઠા ગામનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચથી છ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં અહીંના લોકોને પાયાની સુવિધાઓ પૂરતી મળી નથી. ભાઠા ગામમાં રોડ રસ્તા સહિત અતિદુર્ગંધ મારતા ગટરના પાણીની સમસ્યાથી પીડાતા ગામવાસીઓ આજ રોજ પાલિકા કચેરીએ જઇ રજૂવાત કરી હતી.

આગેવાનોની રજૂઆત

સુરત મહાનગરપાલિકાના નવા સીમાંકન બાદ 27 જેટલા ગામોનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ભાઠા ગામનો પણ સમાવેશ થાય છે.આ ગામનો પાંચ થી છ માસ અગાઉ પાલિકામાં સમાવેશ થયો હોવા છતાં અહીંના લોકોને પાયા ની સુવિધા પૂરતી મળી ન હોવાના આક્ષેપ ગામની મહિલાઓ તેમજ આગેવાને કર્યા છે. ભાઠા ગામમાં લોકોના આરોપ છેકે છેલ્લા કેટલાક માસથી અહીં અતિદુર્ગંધ મારતા ગટરના પાણી ઉભરાય રહ્યા છે.

15 જેટલી અરજી કરાઈ છે

રોડ -રસ્તાઓ બિસ્માર હાલતમાં પડ્યા છે. ગામ પંચાયતમાં હતું તે દરમ્યાન આ કામો પડતર હતા, પરંતુ પાલિકામાં સમાવેશ થયા બાદ પાયાની સુવિધાઓ પૂરતી મળી નથી.માહિલાઓએ જીવ જરૂરિયાતની ચીજ-વસ્તુઓ લેવા માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. અગાઉ પાલિકાને 15 જેટલી અરજી લેખિતમાં કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો.જે સમસ્યા લઈ આજ રોજ પાલિકા કમિશનર ને રૂબરૂ રજુવાત કરવા આવવા માટેની ફરજ પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here