વિધાનસભા પેટાચૂંટણી : શ્રાદ્ધ હોવાના કારણે રાજકીય પક્ષો નથી નોંધાવી રહ્યા ઉમેદવારી, સોમવારે નોંધાવશે ઉમેદવારી

0
10

ગુજરાતમાં 6 વિધાનસભાની સીટ પર પેટા ચૂંટણી યોજાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. રાજ્યમાં વિધાનસભાની છ બેઠકો પરની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 21 ઓક્ટોબરે મતદાન છે અને 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. તેમ છતાં ઉમેદવારો તરફથી કોઇ પણ નામાંકન દાખલ થયું નથી. રાજકીય પક્ષો હાલ શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી નામાંકન પ્રક્રિયાથી દૂર રહ્યા છે.

  • ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી
  • એક પણ ઉમેદવારે નથી ભર્યું ફોર્મ
  • શ્રાદ્ધ હોવાના કારણે રાજકીય પક્ષો રહે છે દૂર
  • નવરાત્રિમાં નોંધાવશે ઉમેદવારી

ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં ભાજપ- કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. સોમવારે જ ઉમેદવારો પેટા ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની શરૂઆત કરશે.
ગુજરાતમાં 6 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે પાંચમો દિવસ છે. 4 દિવસ થઈ ચૂક્યા હોવા છતાં હાલ સુધી સુધી કોઈ જ ઉમેદવારી નોંધાઈ નથી.

ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ તમામ છ બેઠકના ઉમેદવારો ફોર્મ ભરી દેશે

ભાજપના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય પાર્લિયામેન્ટ્રી બોર્ડ આ છ બેઠકોના નામ સત્તાવાર રીતે શનિવાર સુધીમાં જાહેર કરી દેશે. નવરાત્રિ શરૂ થાય પછી જ સોમવારે અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ તમામ છ બેઠકના ઉમેદવારો ફોર્મ ભરી દેશે. આ જ પ્રમાણેનો વ્યૂહ કોંગ્રેસે પણ અપનાવ્યો છે. જો કે કોંગ્રેસ કાયમની માફક મેન્ડેટ જે-તે ઉમેદવારને પોસ્ટ મારફતે મોકલીને જ છેલ્લા દિવસે ફોર્મ ભરાવશે તેવી વાત પક્ષના સૂત્રોમાંથી જાણવા મળી છે.

શક્ય છે કે વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉમેદવારો ભરશે ફોર્મ

મંગળવારે ભાજપના રાજ્ય સંસદીય દળની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સાંજે મળશે. આ બેઠકમાં જ લગભગ ઉમેદવારોને સંલગ્ન નિર્ણય લેવાઇ જશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here