Wednesday, September 29, 2021
Homeસફળતા : ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર ફોટો જર્નાલિસ્ટ ઝોયા
Array

સફળતા : ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર ફોટો જર્નાલિસ્ટ ઝોયા

નવ વર્ષ પહેલા જ્યારે ઝોયા 18 વર્ષની હતી ત્યારે તે મુંબઇ ગઈ હતી અને તેના સમુદાયના અન્ય લોકો સાથે ટ્રેનમાં ભીખ માગવા લાગી. આ કરતી વખતે, તેણે પોતાની ઓળખ બનાવવાનું નક્કી કર્યું. ભીખ માગીને એકત્રિત કરેલા પૈસામાંથી સેકન્ડ હેન્ડ કેમેરા લીધો અને ફોટોગ્રાફી શરૂ કરી.

2018માં જ્યારે તેણીને એક શોર્ટ ફિલ્મમાં રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેનું જીવન બદલાઈ ગયું. ઝોયાએ આ કામ સ્વીકાર્યું, જેના માટે તેની ઘણી પ્રશંસા થઈ. તે દિવસોમાં, ઝોયા એક અખબારના માલિકને મળી. તેમને ઝોયાને તેમના અખબારમાં ફોટો જર્નાલિસ્ટ બનવાની તક આપી.

એક જર્નાલિસ્ટ તરીકે ઓળખ ત્યારે મળી જ્યારે કોરોનાકાળમાં પ્રવાસી મજૂરોએ મુંબઈથી પોતાના વતન તરફ સ્થળાંતર કરી રહ્યા હતા. ઝોયાએ આ મજૂરોના ફોટોને કેમેરામાં ક્લિક કર્યા અને તેને અન્ય જર્નાલિસ્ટની સાથે પણ શેર કર્યા. ઝોયાને એ વાતની ખુશી છે કે, એક ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા તેને ઘણી વસ્તુઓ શીખવાની તક મળી. તેનાથી તેનામાં ઘણા સકારાત્મક ફેરફાર આવ્યા. ​​​​​​ઝોયાના અનુસાર, એવું કોઈ કામ નથી જે ટ્રાન્સપર્સન ન કરી શકે. જો તેમનો પરિવાર તેમનો અસ્વીકાર કરવાનું છોડી દે, અને તેમને સારું શિક્ષણ મળે તો તેઓ અન્ય લોકોની જેમ નોકરી કરશે અને તેમને ભીખ માગવાની જરૂર નહીં પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments