Wednesday, September 22, 2021
Homeસફળતા : ઈસરોએ ચંદ્રયાન-2નું રિહર્સલ પુરું કર્યું, કાલે લોન્ચિંગ થશે
Array

સફળતા : ઈસરોએ ચંદ્રયાન-2નું રિહર્સલ પુરું કર્યું, કાલે લોન્ચિંગ થશે

  • ઈસરોના પ્રમુખ કિરણ કુમારે કહ્યું- લોન્ચિંગની તૈયારી પુરી
  • 15 જુલાઈએ લોન્ચિંગની 56 મિનિટ પહેલા સ્પેક્રાફટમાં કેટલીક ટેકનીકલ ખરાબી પ્રકાશમાં આવી હતીનવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાને(ઈસરો) ચંદ્રાયાન-2નું લોન્ચ રિહર્સલ પુરું કર્યું છે. ભારતનું બીજુ મૂન મિશન 22 જુલાઈએ 2.43 વાગે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. આ અંગે ઈસરોના પૂર્વ પ્રમુખ એ એસ કિરણ કુમારે કહ્યું કે તમામ તૈયારીઓ પુરી કરવામાં આવી છે. અમે સોમવારના ઈવેન્ટ માટે તૈયાર છે. ઈસરોએ આ માહિતી ટ્વિટર પર પણ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જેએસએલવી એમકે3-એમ1 / ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પુરુ થઈ ચુક્યું છે. તેનું પ્રદર્શન સામાન્ય છે.રોકેટમાં ગેસ લીકેજ હતું, જે રીપેર કરવામાં આવ્યું છે

    અગાઉ 15 જુલાઈની રાતે મિશનની શરૂઆતથી લગભગ 56 મિનિટ પહેલા ઈસરોએ ટ્વિટ કરીને લોન્ચિંગ આગળ વધારવાની જાહેરાત કરી હતી. ઈસરોના એસોસિએટ ડાયરેક્ટર(પબ્લિક રિલેશન) બીઆર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે લોન્ચિંગ પહેલા જ લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હતી. આ કારણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું.

    ચંદ્રયાન-2નું વજન 3,887 કિલો

    ચંદ્રાયાન-2 ભારતનું સૌથી તાકાતવાર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ, ઓર્બેિટર, લેન્ડર અને રોવર હશે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણી ધુવ પર લેન્ડરને ઉતારશે. આ વખતે ચંદ્રયાન-2નું વજન 3,887 કિલો થશે. આ ચંદ્રયાન-1 મિશન(1380 કિલો)થી લગભગ ત્રણ ગણું વધુ છે. લેન્ડરની અંદરના હાલના રોવરની ગતિ 1 સેમી પ્રતિ સેકન્ડની રહેશે.

    ચંદ્રાયાન-2નું લોન્ચિંગ પ્રથમ વાર ઓક્ટોબર 2018માં ટળ્યું

    ઈસરો ચંદ્રયાન-2 પ્રથમવાર 2018માં લોન્ચ કરવાનું હતું. બાદમાં તેની તારીખ વધારીને 3 જાન્યુઆરી અને પછી 31 જાન્યુઆરી કરવામાં આવી છે. બાદમાં અન્ય કારણોથી તેને 15 જુલાઈ સુધી તેને ટાળવામાં આવ્યું. આ દરમિયાન ફેરફારને કારણે ચંદ્રયાન-2નો ભાર પહેલા કરતા વધી ગયો. એવામાં જીએસએલવી માર્ક-3માં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments