સક્સેસ સ્ટોરી : લોકડાઉનમાં દિલ્હીની પ્રેરણાએ ઘરે આઈસ્ક્રીમ બનાવવાનું શરુ કર્યું

0
6

પ્રેરણા પુરીને બાળપણથી આઈસ્ક્રીમ ખાવાનો શોખ હતો. મોટા થઈને પ્રેરણાએ આ શોખને બિઝનેસમાં બદલવાનું વિચાર્યું. આઈસ્ક્રીમ બનાવવાની શરુઆત પણ ઘરેથી જ કરી. તેણે દૂધના ગ્લુટન ફ્રી અને નેચરલ સામગ્રીઓથી આઈસ્ક્રીમ બનાવ્યો. દિલ્હી-NCRમાં પ્રેરણાના હાથનો આઈસ્ક્રીમ પસંદ કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. નેચરલ વસ્તુઓમાંથી બનેલો 100% વેજિટેરિયન આઈસ્ક્રીમ પ્રેરણાએ સ્પેશિયલ કલરફુલ ફ્રીઝરમાં રાખીને બનાવ્યો છે.

પોતાના વેન્ચરની શરુઆત વિશે પ્રેરણાએ કહ્યું, ગયા વર્ષે લોકડાઉનમાં મેં ઘણી બધીવાર બાળકો માટે આઈસ્ક્રીમ ખરીદ્યો હતો. એ પછી મને થયું કે બહારથી આઈસ્ક્રીમ લાવવાને બદલે ઘરે જ બનાવવો સારો રહેશે. મેં ઘણી આઈસ્ક્રીમ રેસિપી ટ્રાય કરી. આર્ટિફિશિયલ કલર અને ફ્લેવરમાંથી બનેલા આઈસ્ક્રીમથી નુકસાન થાય છે. એ પછી નેચરલ વસ્તુઓમાંથી આઈસ્ક્રીમ બનાવી ને પરિવાર અને મિત્રોને આપવાનું શરુ કર્યું.

આ વેન્ચર લોન્ચ કર્યા પહેલાં પ્રેરણા ઈંટીરિયર ડિઝાઈનર કન્સલ્ટન્ટ હતી. પ્રેરણાને ખુશી છે કે તેણે લોકડાઉનનો સમય યોગ્ય જગ્યાએ વાપર્યો. આજે તેની આઈસ્ક્રીમ બ્રાંડ ભારતની પ્રથમ સર્ટિફાઈડ ગ્લુટન ફ્રી ડેરી આઈસ્ક્રીમ બ્રાંડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here