Saturday, April 20, 2024
Homeબે મિત્રોની સક્સેસ સ્ટોરી : દાળમાંથી નાશ્તા અને વાનગીઓ બનાવીને લોકોના દિલ...
Array

બે મિત્રોની સક્સેસ સ્ટોરી : દાળમાંથી નાશ્તા અને વાનગીઓ બનાવીને લોકોના દિલ જીતી લીધા

- Advertisement -

હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતી મંજુલા અને અમૃતાએ બાળપણમાં નાસ્તામાં ભારતમાં અલગ-અલગ દાળ ખાધી હતી. ઓસ્ટ્રેલિયા આવ્યા પછી તેમને ખબર પડી કે, ત્યાંની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં અન્ય ડિશ કરતાં દાળ બનાવવામાં સમય ઓછો લાગે છે. આથી તેમણે દાળમાંથી અનેક વાનગીઓ બનાવવાનું શરુ કર્યું. અમૃતા અને મંજુલાને વિદેશમાં પણ દાળ અને તેમાંથી બનતી વાનગીઓનો ટેસ્ટ લોકોને ચખાડવો હતો.

આ વિચાર સાથે બંને મિત્રોએ ભારતીય પારંપરિક રેસિપીનો ઉપયોગ કરીને સિમ્પલી લેન્ટિલ્સની શરુઆત કરી. તેમણે કહ્યું, ભારતમાં ભોજન બનાવવાની પારંપરિક વિધિ ક્યાંક ખોવાઈ ગઈ છે કારણ કે લોકો પાસે ભોજન બનાવવાનો સમય નથી.

ઓસ્ટ્રેલિયામાં પહેલાં આવું ફૂડ કલ્ચર નહોતું કે જેમાં લોકો દાળના ફાયદા અને તેને મેન કોર્સમાં સામેલ કરે. મંજુલા પ્લાન્ટ બેઝ્ડ ફૂડને આવનારા સમય માટે સૌથી મોટો ટ્રેન્ડ માને છે. તેને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે તેની માતા રેડિયો પરથી રેસિપી સાંભળીને નોટ કરતી હતી. એ પછી કિચનમાં અલગ-અલગ પ્રયોગો કરતી હતી. પોતાની માતાની જેમ મંજુલાને પણ નવી રેસિપી ટ્રાય કરવી ઘણી ગમે છે. લોકડાઉન દરમિયાન મંજુલા અને અમૃતા ફૂડ બ્લોગ્સ અને યુટ્યુબને સારી કૂકબુક માને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular