Saturday, September 18, 2021
Homeસંઘર્ષથી સફળતા : મહિલાઓ રોઝમેરી, તુલસી અને ફુદીનાનો ઉપયોગ કરીને બ્યુટી પ્રોડક્ટ્સ...
Array

સંઘર્ષથી સફળતા : મહિલાઓ રોઝમેરી, તુલસી અને ફુદીનાનો ઉપયોગ કરીને બ્યુટી પ્રોડક્ટ્સ બનાવે છે

વર્ષોથી ફિલિસ્તાનનાં ખેડૂતો યુરોપની ઔષધિઓનો ઉપયોગ કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં કરતા હતા. હવે ગાઝાની મહિલાઓએ આ કામની શરુઆત કરી છે. તેઓ ઔષધિઓનો ઉપયોગ કરીને શેમ્પૂ અને મોઈશ્ચરાઈઝર બનાવી રહી છે. આ પ્રોડક્ટ્સનું વેચાણ 50 સ્ટોરમાં થાય છે. ગાઝાની એક ફેક્ટરીમાં કામ કરતી આ દરેક મહિલાઓ રોઝમેરી, તુલસી, ફુદીનાનો ઉપયોગ કરીને બ્યુટી પ્રોડક્ટ્સ બનાવે છે. અહીં કામ કરતી રેફકા અલ હમાલ્વીએ જણાવ્યું, અમે આ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ ત્યારે અમે જમીન સાથે જોડાયેલા હોઈએ તેવું લાગે છે. આ કામમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા નથી.

હાલ આ મહિલાઓ 17 પ્રકારના પ્રોડક્ટ્સ બનાવે છે. તેમાં ક્લીન્ઝર અને બોડી વોશ પણ સામેલ છે. હમાલ્વીએ કહ્યું, આ કામ અમારા માટે ગર્વની વાત છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ મહિલાઓને સશક્ત બનાવવાનો અને ઈકોનોમી વધારવાનો છે.

રોજ 40-50 ઓર્ડર પૂરા કરે છે
મહિલાઓને ઓસ્ટ્રેલિયા અને ગ્લોબલ ચેરિટી ઓક્સફેમનો સપોર્ટ મળે છે. વધતી જતી બેરોજગારીને કારણે આ પ્રોજેક્ટ શરુ કર્યા પહેલાં તેઓ ફુદીના અને થાઈમની ખેતી કરીને લોકલ માર્કેટમાં વેચતી હતી. હવે તે ફેક્ટરીમાં સવારે 5 વાગે પહોંચી જાય છે અને આખો દિવસ 40-50 કિલો ઓર્ડર પૂરા કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments