US એરબેઝ પર સફળ મિસાઇલ હુમલો અમેરિકાના ઘમંડ પર તમાચો છે : અયાતુલ્લા ખામનેઈ

0
24

તેહરાન : ઈરાકમાં અમેરિકાના એરબેઝ (American Airbase) પર ઈરાનના મિસાઇલ હુમલા (Missiles Strike) બાદ ત્યાંના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામનેઈ (Ayatollah Khamenei)એ દેશની જનતાને સંબોધિત કરી. ખામનેઈએ મિસાઇલ હુમલાને મોટી સફળતા ગણાવી છે. તેઓએ કહ્યું કે, અમેરિકાની દાદાગીરીની વિરુદ્ધ ઈરાને સંઘર્ષ કર્યો છે. અમારો હુમલો સફળ રહ્યો. આ હુમલો અમેરિકાના ઘમંટ પર તમાચો છે.

અયાતુલ્લા ખામનેઈએ અલ્લાહનું નામ લેતા કહ્યું કે, આજે અમેરિકાન બેઝ પર ઈરાનના બહાદુર અને સાહસી સૈનિકોએ સફળ આક્રમણ કર્યું. સંઘર્ષ સતત ચાલુ છે અને અમે શક્તિશાળી તાકાતોની વિરુદ્ધ સંઘર્ષ માટે એકજૂથ રહ્યા છીએ. તેઓએ કહ્યું કે ઈરાન ક્યારેય નબળું નથી પડવાનું. તે ક્યારેય હાર પણ નહીં માને. ઈરાનની સાથે જે થયું અમે તેને ક્યારેય નહીં ભૂલીએ.

કાસિમ સુલેમાનીનો ઉલ્લેખ કર્યો આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામનેઈ (Qasem Soleimani)એ જનરલ કાસિમ સુલેમાનીનો ઉલ્લેખ કર્યો. તેઓએ સુલેમાનીની હત્યાને શહાદત ગણાવતાં કહ્યું કે ઈરાન ક્યારેય તેમના યોગદાનને નહીં ભૂલી શકે. ખામનેઈએ કહ્યું કે, તે મહાન સાહસી વ્યક્તિ હતી. તેઓએ આતંકવાદની વિરુદ્ઘ સંઘર્ષ કર્યો. તેમના ચહેરા તરફ તમે જુઓ, તેઓએ ઈરાનના મૂલ્યોને હંમેશા આગળ ધપાવ્યા. તેઓ અસંખ્ય લોકો માટે પ્રેરણાના સ્ત્રોત હતા અને મહાન દેશભક્ત હતા. અમે તેમની પવિત્ર આત્માના દેવાદાર છીએ.

મિસાઇલ હુમલો ક્યારે થયો?

નોંધનીય છે કે, ઈરાને બુધવાર સવારે ઈરકાના બગદાદ સ્થિત અમેરિકન એરબેઝ પર 22 મિસાઇલ છોડી. આ હુમલો અલ અસદ અને ઇરબિલના બે સૈન્ય ઠેકાણાઓ પર થયું છે. ઈરાની પ્રેસ ટીવીએ આ મિસાઇલ હુમલામાં 80 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ઈરાકે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે અમેરિકન એરબેઝ પર આ મિસાઇલ હુમલામાં કોઈ પણ ઈરાકીનો જીવ નથી ગયો અને કોઈ ઘાયલ પણ નથી થયું.

હુમલા બાદ ટ્રમ્પે કહ્યું- All is well!

જોકે, ઈરાની મિસાઇલ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું. તેઓએ કહ્યું કે, ઈરાને 2 મિલિટરી બેઝ પર મિસાઇલથી હુમલો કર્યો. બધું ઠીક છે. પેન્ટાગોન નુકસાનનું આકલન કરી રહ્યું છે. અમારી પાસે દુનિયાના સૌથી આધુનિક સંસાધનોથી સજ્જ સેના છેપ કાલે સવારે જવાબ આપીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here