અમરેલી જિલ્લાની સાડા ત્રણ વર્ષની રેપપીડિત બાળકીને ઈજાના કારણે મળ-મૂત્ર માર્ગ એક થઈ જતા રાજકોટના તબીબોનું સફળ ઓપરેશન

0
0

અમરેલીની સાડા ત્રણ વર્ષની રેપ પીડિત બાળકીનું રાજકોટના તબીબો દ્વારા સફળ ઓપરેશન કરાયુ છે. આ બાળકીને ઇજાને કારણે મળ-મૂત્ર માર્ગ એક થઇ ગયો હતો. સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને નવજીવન મળ્યું છે. અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી લાજવંતીબેન બધેકાએ જણાવ્યું હતું કે મે 2020માં અમારા જિલ્લાના એક શહેરમાં કાચા ઝૂપંડામાં રહેતી દીકરીને એક શખ્સ ઉપાડી ગયો હતો. દુષ્કર્મ આચરીને બાળકીને ગંભીર ઇજા પહોંચાડી બીજા ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી.

અમરેલીથી બાળકીને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી
અમરેલીના કલેક્ટરના આદેશથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આ બાળકી અને તેના પરિવારનું કાઉન્સેલિંગ કરી તેનો અહેવાલ આપ્યો હતો. આ ઘટનાના પાંચ માસ બાદ સપ્ટેમ્બર માસમાં બાળકીના પરિવારની મુલાકાત લેવામાં આવતા દીકરીની માતાએ જણાવ્યુ હતું કે તેની પુત્રીને થયેલી શારીરિક ઇજાને કારણે યોની માર્ગ અને મૂત્ર માર્ગ એક થઇ ગયો હતો. અમરેલીની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અને સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.

રાજકોટના તબીબોના પ્રયાસની બાળકીને નવજીવન મળ્યું
રાજકોટ અને અમરેલીના જિલ્લા મહિલા બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી આ બાળકીની સફળ સર્જરી અને સારવાર રાજકોટ સિવિલના પિડીયાટ્રીક અને ગાયનેકની ટીમ દ્વારા કરવામાં આવી છે. આમ રાજકોટ અને અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના લાજવંતીબને બધેકા, મનિષાબેન ત્રિવેદી, યાસ્મીનબેન ઠેબા, વનિતાબેન ચૌહાણ, છાયાબેન રાઠોડ તથા દહેજ પ્રતિબંધ અધિકારી કિરણ મોરીના સયુંકત પ્રયાસોથી બાળકીને નવજીવન પ્રાપ્ત થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here