ઘાતક ‘નાગ’ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ

0
0

સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતે વધુ એક સફળ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. રાજસ્થાનના પોખરણમાં નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું અંતિમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઈલનો ટેસ્ટ વોરહેડ પર કરવામાં આવ્યો છે.

રક્ષા અનુસંધાન તેમજ DRDO દ્વારા નિર્મિત આ દેશી મિસાઇલનું પરીક્ષણ પોખરણમાં ગુરુવારે વહેલી સવારે 06.45 કલાકે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નાગ મિસાઇલ સંપૂર્ણ રીતે દેશી છે અને આ પ્રકારની મિસાઇલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવે છે.

આ પહેલા નાગ મિસાઇલના અન્ય ટ્રાયલ કરવામાં આવી ચૂક્યાં છે. 2017, 2018 અને 2019માં અલગ-અલગ રીતે નાગ મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. જેમાં અચૂક નિશાન તાકવાની ક્ષમતા છે અને દુશ્મનના ટેંકને ટાર્ગેટ કરી શકે છે. આ વજનમાં ઘણા હલ્કી હોય છે.

એન્ટી ટેન્ક મિસાઈલ દુશ્મનની ટેન્ક સહિત અન્ય વાહનોને ચપટી વગાડતા જ સમાપ્ત કરી શકે છે. તે મીડિયમ અને નાની રેન્જની મિસાઈલ હોય છે. જે ફાઈટર જેટ, વોર શિપ, સહિત અન્ય અનેક સંસાધનો સાથે કામ કરી શકે છે. ભારતે છેલ્લા લગભગ એક મહિનામાં અલગ અલગ પ્રકારની અડધો ડઝનથી વધુ સ્વદેશી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here