ખંભાતમાં થયેલા તોફાનો મામલે સરકારની આવી પ્રતિક્રિયા, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપો

0
9

23 તારીખે ખંભાતમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. આ મામલે ભડકેલી હિંસના પડઘા ગાંધીનગર પહોંચ્યા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા ઉપર ઠીકરા ફોડી ભર્યા તળાવમાંથી કોરા નીકળી જવાની વાત કરી રહ્યા છે. શું કહે છે પ્રદિપસિંહ જાડેજા? હિંસાના સમાચાર મળતા જ SPને મોકલાયા. મારી મુખ્યમંત્રી સાથે પણ બેઠક થઇ છે. 5 SRP ટિમ, 2 રેપીડ એક્શન ફોર્સ તૈનાત છે. આણંદમાં સંવેદનશીલ વિસ્તારમાં આશાંત ધારો લાગૂ કરી દેવામાં આવશે.

  • ખંભાતના MLA એ CM સાથે મુલાકાત કરી હતી
  • સંવેદનશીલ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરી દેવાશે
  • કોંગ્રેસ પર તૃષ્ટીકરણની રાજનીતિનો આરોપ

ખંભાત શહેરમાં ફાટી નીકળેલા તોફાનો બાદ આજે પણ અજંપ્પાભરી શાંતિ રહી હતી.જેને લઇ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સંવેદનશીલ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરી દેવાશે. ડેમોગ્રાફીકલ ચેંજ ન થાય તેનુ પણ રાજ્ય સરકાર ઘ્યાન રાખશે. તો પ્રદિપસિંહે કોંગ્રેસ પર તૃષ્ટીકરણની રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે ષડયંત્ર રચીને ઘટનાને અંજામ અપાયો છે.

કોંગ્રેસ શું કહે છે?

ખંભાત હિંસા મુદ્દે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, ખંભાતમાં નાની વાતે મોટુ સ્વરૂપ ધારણ કર્યું છે. જે સમયે ઘટના બની તે સમયે પોલીસ તંત્ર ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં વ્યસ્ત હતું. જેથી પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી ન કરતાં સ્થિતિ વણસી છે. સાથે જ અમિત ચાવાડાએ ભાજપ પર માહોલ બગાડવાનો પણ આક્ષેપ લગાવ્યો

પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવાયો

47 જેટલા તોફાની તત્વોની ધરપકડ કરાઈ છે. પથ્થરમારો અને આગચંપી કરનાર તોફાની તત્વોને છોડવામાં નહી આવે. સાથે જ કહ્યું કે વણસેલી પરિસ્થિની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે.સ્થિતિને ધ્યાને રાખી મોટા ભાગની પોલીસ,એસઓજી સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવાયો છે.

CM રૂપાણીએ DGPને પણ સૂચના આપી

CM સાથે ઘટના અંગેની સમીક્ષા થઈ. રાજ્ય સરકારે ઘટનાને ગંભીરતાથી લીધી છે. બેઠક બાદ CM રૂપાણીએ DGPને પણ સૂચના આપી. DGPને ખંભાત પહોચવાની સુચન કરાયા.

DGP શિવાનંદ ઝાને પોહચવાનુ કહ્યુ છે.

રાજ્ય પોલીસ વડાએ ગંભીરતા સમજી. આગ ચાપવામાં સંકળાયેલા લોકોને છોડવામાં નહિ આવે. પથ્થરબાજ-આગચંપી કરનારાઓને છોડવામાં નહીં આવે. પથ્થરબાજો અને આગચંપી કરનારને બક્ષવામાં નહી આવે. અમે સ્થાનિક ધારાસભ્યોના સંપર્કમાં છીએ. 5 SRP, 2 રેપીડ એક્શન ફોર્સ તૈનાત છે.

ખંભાતના MLA એ CM સાથે મુલાકાત કરી હતી

ખંભાતમાં અશાંતધારો અમલ કરવાની કામગીરી શરૂ થશે. CCTV ફૂટેજ આધારે પોલીસ કાર્યવાહી થશે. ખંભાતને કેટલાક લોકો અશાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
ખંભાતમાં શાંતી જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની.

ધરપકડ કરેલા લોકોએ જામીન પર છૂટીને ફરી અશાંતિ ઉભી કરી

4 ફરિયાદ આધારે 47 શખ્સોની અત્યાર સુધી ધરપકડ. ષડયંત્ર કરીને ઘટનાને અંજામ અપાયો. ડેમોગ્રાફીકલ ચેંજ ન થાય તેની સંભાળ લેવામાં આવશે. અગાઉ પણ આ પ્રકારની 2 ઘટના બની હતી. અગાઉ ધરપકડ કરેલા લોકોએ જામીન પર છૂટીને ફરી અશાંતિ ઉભી કરી.

કોંગ્રેસ તૃષ્ટીકરણની રાજનિતી કરી રહી છે

કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. ગુજરાતમાં અશાંતિનું સર્જન થાય એ કોંગ્રેસનો આશય. ખંભાતની પ્રજા વર્ષોથી અમારી સાથે જોડાયેલી. ખંભાતની પ્રજા વર્ષોથી અમારી સાથે જોડાયેલી. કલેક્ટર નુકસાનનું રિવ્યુ કરી રહ્યાં છે. હાલ કલેક્ટર નુકશાની અંગેની સમીક્ષા કરી રહ્યા છે. ખંભાતના અલગ અલગ વિસ્તારોમાં પથ્થરમારા અને આગચંપીની ઘટના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here