મુંબઇ : મંત્રી ન મળતાં બે શિક્ષકનો મંત્રાલયમાં આપઘાતનો પ્રયાસ, સેફ્ટી નેટના કારણે બંને હેમખેમ બચી ગયા

0
0

મુંબઈ: મંત્રાલયમાં દિવ્યાંગ શિક્ષકોનું પ્રતિનિધિમંડળ મંત્રીઓને મળવા માટે આવ્યું હતું. જોકે, સંબંધિત મંત્રી ન મળતાં બે શિક્ષકોએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મંત્રાલયમાં હોહા મચી ગઈ. મંત્રાલયમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. 300 દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથેની નોન-ગ્રાન્ટેડ સ્કૂલને ગ્રાન્ટેડ જાહેર કરવા સંબંધમાં પ્રતિનિધિમંડળ મંત્રાલયમાં સંબંધિત મંત્રીને મળવા આવ્યું હતું. મંત્રી સાથે મુલાકાત ન થતાં તેઓ ઉશ્કેરાયા. તેમાંથી બે શિક્ષકોએ મંત્રાલયની ઈમારતના બીજા માળેથી ભૂસકો મારી દીધો હતો.

જામીન પર મુક્ત કર્યા
જોકે, મંત્રાલયમાં અગાઉ પણ વારંવાર આવી ઘટનાઓ બનતાં સુરક્ષા જાળી લગાવાઈ છે, જેની પર આ બંને શિક્ષકો પડ્યા. તેમની ઓળખ હેમંત પાટીલ અને અરુણ વેતોરે તરીકે થઇ. બંનેને પોલીસે બહાર કાઢ્યા હતા. પછી બન્ને સામે આત્મહત્યાનો પ્રયાસ કરવા સંબંધે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરાઇ. બાદમાં તેમને જામીન પર છોડી મુકાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here