રક્તપિત્તના દર્દીઓ માટે આનંદવન સંસ્થા ચલાવનાર ડોક્ટર બાબા આમટેની પૌત્રી ડોક્ટર શીતલ આમટેએ સોમવારે વહેલી સવારે ચંદ્રપુરમાં તેમના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શીતલે ઝેરનું ઈન્જેક્શન લગાવી આત્મહત્યા કરી લીધી છે. કેટલાક દિવસ અગાઉ તેમણે આમટે મહારોગી સેવા સમિતિમાં ગેરરીતિની વાત કહી હતી.

ડોક્ટર શીતલ આમટે મહારોગી સેવા સમિતિના CEO હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પતિ અને પરિવાર સાથે મળી રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા હતા. શીતલ એ વિકાસ આમટે અને ભારતી આમટેની દિકરી તથા ડોક્ટર પ્રકાશ આમટેની ભત્રીજી હતી.
આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા પર પેઈન્ટિંગ પોસ્ટ કરી
આત્મહત્યા કરતા પહેલા શીતલે સોશિયલ મીડિયા પર એક પેઈન્ટીંગ પોસ્ટ કરી લખ્યુ હતું કે- કેનવાસ પર વોર અને પીસ
'War and Peace'#acrylic on canvas.
30 inches x 30 inches. pic.twitter.com/yxfFhuv89z— Dr. Sheetal Amte-Karajgi (@AmteSheetal) November 30, 2020
કેટલાક દિવસ અગાઉ સંસ્થામાં ગેરરીતિની વાત કહી હતી
72 વર્ષિય ચંદ્રપુર જિલ્લાના વરોરા તાલુકાના આનંદવનમાં બાબા આમટેનો પરિવાર રક્તપિત્તના દર્દીઓની સેવા કરી રહ્યો છે. કેટલાક દિવસ અગાઉ શીતલે આનંદવનમાં આર્થિક ગેરરીતિને લઈ સોશિયલ મીડિયા પર લાઈવ ડિસ્કશન કર્યું હતું. તેને લીધે સર્જાયેલા વિવાદ બાદ શીતલે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ ડિલીટ કર્યો હતો. આમટે પરિવારે શીતલનો જાહેરમાં વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ ખોટી ધારણાનો શિકાર બની છે.