Monday, October 18, 2021
Homeસુરત : આર્થિક તંગીથી ત્રસ્ત વધુ એક રત્નકલાકારનો આપઘાત
Array

સુરત : આર્થિક તંગીથી ત્રસ્ત વધુ એક રત્નકલાકારનો આપઘાત

સુરતમાં આર્થિક સંકડામણને લઇ રત્નકલાકારો એક પછી એક આપઘાત કરી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં ત્રણ લોકોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે. ત્યારે વધુ એક રત્નકલાકારે આર્થિક તંગીને કારણે મોતને વહાલું કર્યું છે.

મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના વાતની અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અને રત્નકલાકર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હરેશ ગોરધન સાવલીયા લોકડાઉનને કારણે બેકા બન્યા હતા.

રત્નકલાકારનું કોરોનાને કારણે કારખાનું બંધ રહ્યુ હતું અને ઘર મોર્ગેજ કરી લીધેલી લોનના હપ્તા ચઢી જતા આર્થિક સંકડામણમાં મુકાઇ ગયો હતો. પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ બનતા અને સતત માનસિક તાણ અનુભવતા રત્નકલાકારે બેડ રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પોતાના ઘર પર હરેશ ભાઈએ સતત માનસિંગ તાણને લઈને આવેશમાં આવી જઈને,  માથામાં દુખાવો થાય છે એમ પત્નીને કહીને  પોતાના બેડ રૂમમાં આરામ કરવા ચાલ્યા ગયા હતા. રાત્રે 8 વાગ્યાના અરસામાં જમવાનું બની જતા પત્ની બોલાવવા ગઇ હતી તે અરસામાં પતિ હરેશને પંખાના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોઇ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી 7 વર્ષનો પુત્ર તથા પડોશીઓ દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે હરેશના આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કાપોદ્રા અને  ડીંડોલીમાં રત્નકલાકારનો આપઘાત

બે દિવસ પહેલા કાપોદ્રા અને  ડીંડોલીમાં રત્નકલાકારે આર્થિક ભીંસ અનુભવતા આપઘાત કર્યો હતો. કાપોદ્રામાં હિરાબાગ પાસે ભક્તિનગરમાં રહેતા 42 વર્ષીય લક્ષ્મણભાઇ ભગવાનભાઇ સોલંકીએ ઘરમાં છતના લાકડા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.પોલીસ સુત્રોએ કહ્યુ કે લક્ષ્મણભાઇ રત્નકલાકારનું કામ કરતા હતા.જોકે લોક ડાઉન બાદ તેને કામ ધંધો મળતો ન હોવાથી તેને નાંણાકીય તકલીફ પડતી હતી.જેથી તે માનસિક તાણ અનુભતા હોવાથી આ પગલુ ભર્યુ હતુ.તેની પાસેથી મળેલી સ્યુસાઇટ નોટમાં લખ્યુ હતુ કે ‘લોક ડાઉનમાં કટાળી ગયો હતો. કોઇને હેરાન કરતા નહી.’

ડીંડોલીમાં રામીપાર્ક રોડ પર ગોવર્ધનનગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય બાપુભાઇ વિક્રમભાઇ પાટીલે ઉધનામાં લાકડાવાલાની ગલીમાં સરકારગૃપ સોસાયટીમાં સંચાખાતામાં ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી.પોલીસ સુત્રો કહ્યુ કે બાપુભાઇ સંચાખાતામાં નોકરી કરતા હતા.તેમનું દેવુ થઇ જતા પૈસાની તકલીફ પડતી હોવાથી ટેન્સમાં રહેતા હોવાથી આ પગલુ ભર્યુ હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments