સુરત – વેસુના પ્લમ્બરે રાંદેર કોઝ વેમાં આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી લીધી

0
0
  • રાંદેર કોઝ વેમાં કુદીને આપઘાત કરી લીધો
  • આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો
વેસુથી આવીને રાંદરે કોઝ વે પરથી પ્લમ્બરે તાપી નદીમાં કુદીને આપઘાત કર્યો હતો.

સીએન 24,ગુજરાત

સુરતવેસુ વિસ્તારમાં રહેતા પ્લમ્બરે આપઘાત કરી લીધો છે. કોરોના લોકડાઉનના કારણે આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કામધંધો બંધ રહેતા 65 વર્ષીય જગેશભાઈ ટોપીવાળા માનસિક તણાવનો અનુભવ કરતાં હોવાનું તેમના નજીકનાએ કહ્યું છે. કોઝવેમાં આપઘાત કર્યા બાદ સ્થાનિકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી. જેથી ફાયરબ્રિગેડે કોઝ વેમાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યો છે. પોલીસે સમગ્ર આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કામ ધંધો ન હોવાથી કંટાળી ગયેલા

વેસુ વિસ્તારમાં રહેતા જગેશભાઈ ધનરાજભાઈ ટોપીવાળા(ઉ.વ.આ.65).ઘર ન A 801નંદની 2 વેસુ,વીઆઈપી રોડ, છેલ્લા બે ત્રણ મહિનાથી કામધંધો ન હોવાથી કંટાળી ગયા હતાં. પ્લમ્બરનું કામ ચાલતું ન હોવાથી તેમણે જીંદગીનો અંત લાવવા વેસુથી રાંદેર કોઝ વે પહોંચી ગયાં હતાં. તાપી નદીમાં કુદકો લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત અંગે સ્થાનિકોને જાણ થતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ અને સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં પીએમ માટે સિવિલ મૃતદેહ મોકલવામાં આવ્યો હતો.પોલીસે હાલ સમગ્ર આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here