Sunday, September 24, 2023
Homeઆપઘાત : સુઇગામના સોનેથ પાસે પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં યુવક-યુવતીની લાશ...
Array

આપઘાત : સુઇગામના સોનેથ પાસે પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં યુવક-યુવતીની લાશ મળી

- Advertisement -

પાલનપુર: સુઇગામ તાલુકાના સોનેથ ગામ પાસેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં એક યુવક અને યુવતીની પાણીમાં તરતી લાશ જોવા મળતાં લોકોના ટોળે ટોળે કેનાલ ઉપર ઉમટી પડયા હતા. જ્યાં લોકોએ કેનાલમાંથી બન્નેની લાશને બહાર કાઢી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
થોડા દિવસ પહેલા થરાદ તાલુકામાં થઈને પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી એક જ દિવસમાં ચાર લોકોની લાશ મળી આવી હતી ત્યારે સોમવારે સુઇગામના સોનેથ ગામની નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી યુવક અને યુવતીની દોરડાથી એકબીજાનો એક હાથ બાંધેલી પાણીમાં તરતી લાશો મળી આવતા ચકચાર મચી ગઇ હતી.
વહેલી સવારે કેનાલ પાસેથી પસાર થતાં રાહદારીઓએ કેનાલની પાળી પર બુટ ચપ્પલ અને બે મોબાઈલ પડેલા જોતા તેમણે કેનાલમાં કોઈ યુવક યુવતીની લાશ તરતી જોઈ હતી. ગામના આગેવાનોને જાણ કરતા ગામમાંથી આગેવાનો કેનાલ પર દોડી ગયા હતા. ઘટનાની વાત વાયુવેગે ફેલાઈ જતાં કેનાલ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જ્યાં કેટલાક યુવાનોએ કેનાલમાંથી યુવક યુવતીની લાશ બહાર કાઢતા બન્નેનો એક એક હાથ દોરડીથી બાંધેલા હતા. આ અંગે આગેવાનો દ્વારા સુઇગામ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મૃતક બને યુવક-યુવતી એક બીજાના સંબંધી હોય તેવું જાણવા મળ્યું હતું. મૃતક યુવાન સુઇગામના મોરવાડા ગામનો નરેશજી મણાજી ઠાકોર અને મૃતક મહિલા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામની રહેવાસી હોય તેવું જાણવા મળ્યું હતું. આ અંગે સુઇગામ પોલીસે પંચનામું કરી બને મૃતક યુવક યુવતીની લાશને સુઇગામ રેફરલ PM મોકલી આપીને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular