Tuesday, September 21, 2021
Homeસુઈગામના રડોસણ,મેઘપુરા ગામની સીમમાં તીડનો ફરી આતંક, તંત્રએ હાથ અધ્ધર કર્યા, કહ્યું...
Array

સુઈગામના રડોસણ,મેઘપુરા ગામની સીમમાં તીડનો ફરી આતંક, તંત્રએ હાથ અધ્ધર કર્યા, કહ્યું જાતે દવા છાંટો

સરહદી વાવ, સુઇગામ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી તીડનો આતંક હોઈ ખેડૂતો ચિંતિત છે. શરૂઆતમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા દવા છંટકાવ કરી તીડનો નાશ કરાયો પરંતુ ઈંડામાંથી સેંકડોની સંખ્યામાં તીડના બચ્ચાં નીકળતાં ફરીથી સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ ફરી શરૂ થતાં ખેડૂતોએ જવાબદાર ખેતીવાડી વિભાગને જાણ કરવા છતાં કોઇ ધ્યાન ન આપતાં અને ખેડૂતો ઉપર જવાબદારી થોપી દેતાં રડોસણ-મેઘપુરાના ખેડૂતોએ સ્વખર્ચે ખેતીપાકો બચાવવા દવા છાંટવાની નોબત ઉભી થઇ છે.જેને લઈ ખેડૂતોમાં ખેતીવાડી તંત્ર વિરુદ્ધ રોષ સાથે કચવાટની લાગણી જન્મી છે.

ઇંડામાંથી નીકળેલા સેંકડો તીડના બચ્ચાએ સરહદી સુઇગામ તાલુકાના રડોસણ, મેઘપુરા, સુઇગામ, જલોયા વગેરે ગામોની સીમમાં ફરીથી ખેતરોમાં પાકને નુકશાન કરવાનું શરૂ કરતાં ખેડૂતોએ ખેતીવાડી અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી કરી ન હતી. જેને લઈ ખેડૂતોએ પોતાનો પાક બચાવવા જાતે જ સ્વખર્ચે દવા લાવી પોતાના ખેતરોમાં તીડ નાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે. જેને લઈ સરપંચે ખેડૂતોની રજુઆતને પગલે સ્થાનિક મીડિયાને જાણ કરતાં મીડિયા કર્મીઓએ સ્થળ પર જઈ ખેડૂતોને નુકશાન કરવા તીડના ટોળાંનો ઉપદ્રવ નજરે નિહાળ્યો હતો. જ્યારે મીડિયા કર્મીઓ તીડથી પ્રભાવિત વિસ્તારમાં હોવાની જાણ મળતાં બ.કાં જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે.પટેલ, ખેતીવાડી નિયામક પી.ડી.રાઠોડ, મહેસાણા સહિતની ટીમ તીડથી પ્રભાવિત રડોસણ-મેઘપુરાની સીમમાં દોડી આવ્યા હતા. આ અંગે મીડિયા કર્મીઓએ પૃચ્છા કરતાં ખેતીવાડી નિયામકે કોઇ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. જોકે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને કહ્યું કે પોતપોતાના ખેતરમાં જાતે જ દવા છાંટવી પડે, પૂરતો સ્ટાફ નથી. જેથી બધી જગ્યાએ પહોંચી ના વળાય.

સુઇગામના રડોસણ,મેઘપુરાની સીમમાં તીડએ આતંક મચાવતાં ખેડૂતોએ પાક બચાવવા જાતે જ દવા છાંટવી પડી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments