સમર પ્લેસમેન્ટનો રિપોર્ટ:IIM-Aના 388 વિદ્યાર્થી ઈન્ટર્નશિપમાં પસંદ થયા, 131 કંપનીઓએ ભાગ લીધો હતો

0
0

IIM અમદાવાદમાં ત્રણ ભાગમાં યોજાયેલા સમર પ્લેસમેન્ટનો રિપોર્ટ જાહેર કરાયો છે. ત્રણ ભાગમાં યોજાયેલા પ્લેસમેન્ટમાં કુલ 131 કંપનીઓએ 388 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની ઓફર કરી હતી. જેમાં સૌથી વધુ કન્સલ્ટિંગ ફિલ્ડની ઓફર વિદ્યાર્થીઓએ સ્વિકારી હતી. ત્યારબાદ બીજા નંબર પર ફાઇનાન્સ સર્વિસ સેક્ટરમાં વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી ઉતારી હતી.

પહેલીવાર કોરોના મહામારીને કારણે આઇઆઇએમ અમદાવાદનો સમર પ્લેસમેન્ટ ઓનલાઇન યોજાયું હતું. સૌથી વધુ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ આપનારી કંપનીઓમાં સૌથી વધુ બેઇન એન્ડ કંપનીએ 20 ઓફર, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપે 19 વિદ્યાર્થીઓને ઓફર આપી હતી. પ્લેસમેન્ટના ચેરપર્સન પ્રો. અમિત કર્નાએ જણાવ્યું હતું કે, અત્યારની સ્થિતી પ્રમાણે અમે કમ્પ્લેટ ઓનલાઇન સિસ્ટમ તૈયાર કરી હતી. એ સ્પષ્ટ થાય છે કે હાઇ ક્વોલિટી ટેલેન્ટની ડિમાન્ડ કન્ટીન્યુ છે. આઇઆઇએમ અમદાવાદ આવનારા વર્ષોના લિડર તૈયા કરે છે. આ દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ્સની પરંપરા છે અને તેને આગળ ધપાવવાનું ગૌરવ છે અમને. અમે ઇન્ડસ્ટ્રી અને ટેલેન્ટ વચ્ચે એક સેતુનું કામ કરીએ છીએ.વર્તમાન સમયમાં ઈન્ડસ્ટ્રીને મેનેજમેન્ટ લેવલે જે સ્કિલની જરૂર હોય તે સ્કિલ પૂરી પાડવાની આ એક પ્રક્રિયા છે જેમાં વિદ્યાર્થીઓ જોડાય છે અને પછી પોતાની કરિયરને પણ તે રીતે આગળ વધારે છે.

આ છે ફિલ્ડ પ્રમાણે થયેલા પ્લેસમેન્ટ

સેક્ટર વિદ્યાર્થીઓની સંખ્યા
કન્સલ્ટિંગ 104
ફાઇનાન્સિયલ સર્વિસ 75
કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ સર્વિ 83
કોંગ્લોમિરથ 35
ટેકનોલોજી એન્ડ ઇન્ટરનેટ 77
ફોર્મા, રિન્યૂએબર એનર્જિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર 14

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here