‘ધ કપિલ શર્મા શો’ ફેમ સુમોના ચક્રવર્તીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો થઈ વાયરલ

0
66

ધ કપિલ શર્મા શો’ ફેમ સુમોના ચક્રવર્તી પોતાની નવી તસ્વીરોએ સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે. અભિનેત્રીએ પોતાના ફોટોશૂટની કેટલીક તસ્વીરો શેર કરી, જેમાં તે ખુબ હોટ જોવા મળી રહી છે. જાંબલી રંગની સાડી સાથે બ્લાઉઝ પર સિલ્વર કલરની પેન્ડન્ટ સાથે વરસાદની મોજ માણતી જોવા મળી રહી છે. તેની સાથે જાંબલી રંગની બંગળીઓ પહેરી પોતાના લુકને કમ્પલીટ કર્યું હતું. એક વિડીયોમાં, તે વરસાદમાં દોડતી પણ જોવા મળી રહી છે.

તે મુંબઈના વરસાદની મોજ માણતી જોવા મળી રહી છે. સુમોના લાંબા સમયથી ધ કપિલ શર્મા શોથી જોડાયેલી છે અને કપિલ સાથે સારી બોન્ડિંગ શેર કરે છે. સુમોના સામન્ય તરીકે આ શોમાં તિટલી યાદવની બહેન ભૂરીન રૂપમાં જાણીતી છે. તેમને આ અગાઉ કપિલની પત્ની અને બાળપણના મિત્રની ભૂમિકા નિભાવી છે. શોમાં, સુમોનાના મોટા હોઠનો ઘણી વખત મજાક ઉડાવવામાં આવે છે પરતું સુમોનાને તેનો કોઈ વાંધો નથી.

અભિનેત્રીએ ‘કસમ સે’, ‘કસ્તુરી, ‘બડે અચ્છે લગતે હૈ’ અને ‘જમાઈ રાજા’ જેવા શોથી શરૂઆત કરી હતી. કોમેડી સાથે તેમને પ્રથમ શરૂઆત ‘કહાની કોમેડી સર્કસ કી’ કરી હતી, જ્યારે સુમોના ‘સાવધાન ઇન્ડિયા’, ‘એક થી નાયકા’ અને ‘હોરર નાઈટ્સ’ જેવા શોની ભાગ રહી હતી. જયારે ‘ધ કપિલ શર્મા શો સીઝન ૨’ ટીઆરપી ચાર્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, જ્યારે સુમોનાને છેલ્લી વખત જાસુસી શો દેવમાં જોવા મળી હતી. સુમોના એક ટ્રાવેલ બગ છે અને ઘણા ટ્રાવેલ શો પણ હોસ્ટ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here