રાશિ પરિવર્તન : 14 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિઓ માટે સમય શુભ રહેશે

0
20

ધર્મ દર્શન ડેસ્કઃ શનિવાર, 14 માર્ચે સૂર્ય રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે. આ પહેલાં આ ગ્રહ 13 ફેબ્રુઆરીથી કુંભમાં છે. સૂર્યના મીન રાશિમાં આવી જવાથી ખરમાસ શરૂ થઇ જશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે સૂર્ય જ્યારે બૃહસ્પતિની રાશિ મીન કે ધનમાં પ્રવેશ કરે છે, ત્યારે ખરમાસ શરૂ થાય છે. આ મહિનામાં બધા જ પ્રકારના માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી બધી 12 રાશિઓ ઉપર સીધી અસર પડશે. સૂર્ય કઇ રાશિ માટે શુભ રહેશે અને કઇ રાશિ ઉપર તેની ખરાબ અસર થશે તે આગળ જાણો…

5 રાશિઓ માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશેઃ-
મીન રાશિનો સૂર્ય વૃષભ, મિથુન, કર્ક, કન્યા અને મકર રાશિના લોકો માટે લાભદાયક રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે અને દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે. ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. લગ્નજીવનમાં સુખ અને શાંતિ બની રહેશે.

4 રાશિઓ માટે સૂર્ય અશુભ રહેશેઃ-
મેષ, સિંહ, કુંભ અને મીન રાશિના લોકો માટે સૂર્યની સ્થિતિ પરેશાનીઓ વધારી શકે છે. કોઇપણ કામમાં આકરી મહેનત કરવી પડશે. આશા પ્રમાણે સફળતા મળી શકશે નહીં. માનસિક તણાવ બની રહેશે, જેથી એકાગ્રતા જળવાશે નહીં. હાનિથી બચવા માટે નિષ્ણાતોની સલાહ અવશ્ય લો. સાવધાન રહેવું.

3 રાશિના માટે સૂર્ય સામાન્ય રહેશેઃ-
તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે મીન રાશિનો સૂર્ય સામાન્ય ફળ આપનાર રહેશે. આ લોકોના જીવનમાં સૂર્યના કારણે કોઇ મોટું પરિવર્તન થશે નહીં. જેટલું કામ કરશો, તેટલો જ લાભ પ્રાપ્ત કરી શકશો. બેદરકારી કરવી નહીં, હાનિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here