Monday, December 5, 2022
Homeગુજરાતતાપી લિંક પ્રોજેક્ટના વિરોધ આંદોલનના કન્વીનર સુનિલ ગામીતે આપનો ખેસ ધારણ કર્યો

તાપી લિંક પ્રોજેક્ટના વિરોધ આંદોલનના કન્વીનર સુનિલ ગામીતે આપનો ખેસ ધારણ કર્યો

- Advertisement -

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ ગુજરાતના રાજકારણમાં હલચલ મચી જવા પામી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ફક્ત બે જ પક્ષ વચ્ચે ઘમાસણ થાય છે. પરંતુ આ વખતે ત્રીજા પક્ષ ‘આપ’ના અસામાન્ય પ્રભાવથી રાજકારણમાં ભારે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

પાર-તાપી-નર્મદા લિંક રીવર પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન ચલાવી કન્વીનરની ભૂમિકા ભજવનારા, વર્ષોથી આદિવાસીઓના હક્કો માટે લડનારા અને સામાજિક કાર્યકર એવા વકીલ સુનિલભાઈ ગામીતે ગઈકાલે નવસારીના સુરખાઈ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના હસ્તે આપનો ખેસ ધારણ કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

તેમની મુલાકાતમાં તેમના દ્વારા જણાવાયું હતું કે વર્ષોથી આદિવાસી લોકોને પાંચમી અનુસૂચિ અને પેસા કાયદાની સમજ અને લાભો તેમજ શિક્ષણ, આરોગ્ય, વીજળી અને રાજકીય ક્ષેત્રે આદિવાસી યુવાનોને તકો મળે અને તેના માટે કામ કરી શકે તે માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular