Wednesday, September 22, 2021
Homeસુનિલ ગ્રોવર, અલી અસગરના ફ્લોપ શો પર કિકુ શારદા બોલ્યો.........
Array

સુનિલ ગ્રોવર, અલી અસગરના ફ્લોપ શો પર કિકુ શારદા બોલ્યો………

2016માં ‘ધ કપિલ શર્મા શો’ના પ્રીમિયરથી લઈને અત્યારસુધી તેના ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે, જેમાં સુનિલ ગ્રોવર, અલી અસગર અને સુગંધા મિશ્રા સામેલ છે. આ બધા કલાકારોએ આપબળે નવી શરૂઆત કરવાની ટ્રાય કરી પણ ખાસ સફળતા મળી નહીં. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન ‘ધ કપિલ શર્મા શો’માં બચ્ચા યાદવ જેવા રોલ પ્લે કરનારા કિકુ શારદાએ આ કલાકારોને લઈને વાત કરી છે.

‘કપિલનો શો છોડ્યા બાદ એક્ટર્સ કંઈક તો કરશે’

ડીએનએ સાથેની વાતચીતમાં કિકુએ કહ્યું, ‘હું કોઈપર આંગળી ઉઠાવી ને નહીં કહું કે તેમના શો કેમ ન ચાલ્યા. જો કોઈ એક્ટર કપિલના શોનો હિસ્સો નથી અથવા તો તેને કોઈ કારણસર શો છોડી દીધો છે તો તે કંઈક તો કરશે. તે ઘરે ખાલી બેસી ન શકે. ત્યાં સુધી કે મેં પણ એક શો કર્યો હતો, જે ત્રણ મહિનામાં બંધ કરવો પડ્યો હતો. વિવાદ હવે બસ એક જૂની સ્ટોરી બની ગયો છે.’

શો ન ચાલે તો લોકોને નીચા દેખાડવા યોગ્ય નથી

કિકુએ આગળ કહ્યું, ‘જો એક્ટર શોમાં કમબેક નથી કરી રહ્યા તો તે કંઈક નવું કરવાની ટ્રાય તો કરી જ શકે છે. શો બનાવવા માટે ઘણી વસ્તુઓ જોઈએ. જો બીજા એક્ટર્સના શો નથી ચાલી રહ્યા તો તે તેમની ભૂલ નથી. મને નથી લાગતું કે માત્ર આ જ કારણે લોકોને નામ લઈને નીચા દેખાડવામાં આવે, કારણકે તેનો શો ન ચાલ્યો.’

કેમ ન ચાલ્યો અલીનો શો ‘અકબર કા બલ બીરબલ’

2014-16 વચ્ચે કિકુ શારદા ‘હર મુશ્કિલ કા હલ અકબર- બીરબલ’માં લીડ રોલમાં દેખાયો હતો, જે ઘણો પોપ્યુલર થયો હતો. તેની બીજી સીઝન ‘અકબર કા બલ બીરબલ’માં અલી અસગરે લીડ રોલ પ્લે કર્યો હતો પણ તે બે મહિના પછી બંધ થઇ ગયો.

જ્યારે કિકુનું આના પર રિએક્શન માગવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘કોઈપણ સીઝનની બીજી સીઝન ચાલવી સરળ નથી. બીજી તરફ બીજી સીઝન ઘણી અલગ હતી. તેનું ફોર્મેટ પહેલા જેવું ન હતું. હું કઈ રીતે કોઈ કમેન્ટ કરી શકું છું. જ્યારથી હું કપિલના શોમાં સામેલ થયો છું ત્યારથી મેં કોઈ ડેલી શો નથી કર્યો.’

કપિલ- સુનિલના ઝઘડા પછી શોમાંથી નીકળ્યા આર્ટિસ્ટ

2017માં ઓસ્ટ્રેલિયાથી પરત ફરતી વખતે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો. નશાની હાલતમાં કપિલે સુનિલને ગાળો આપી હતી અને તેના પર ચપ્પલ ફેંક્યું હતું. ત્યારબાદ સુનિલ ગ્રોવર, અલી અસગર અને સુગંધા મિશ્રા સહિત ઘણા સેલેબ્સ કપિલનો સાથ છોડીને જતા રહ્યા હતા. સુનિલે ત્યારબાદ ‘મેડ ઈન ઇન્ડિયા’ અને ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’ જેવા શો લોન્ચ કર્યા, જે સફળ ન રહ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments