Thursday, October 21, 2021
Homeસાઉથ દિલ્હીના હૌઝ ખાસ પોલીસ સ્ટેશનમાં પુરુષ કેદીઓની રખેવાળી કોન્સ્ટેબલ સુનિતા મીના...
Array

સાઉથ દિલ્હીના હૌઝ ખાસ પોલીસ સ્ટેશનમાં પુરુષ કેદીઓની રખેવાળી કોન્સ્ટેબલ સુનિતા મીના કરે છે

રોજ સવારના 8 વાગતાની સાથે સાઉથ દિલ્હીનાં હૌઝ ખાસ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલસુનિતા મીના સેન્ટ્રી ગાર્ડની ડ્યુટી કરે છે. સામાન્ય રીતે આ કામમાં પુરુષો હોય છે, પરંતુ રસ્તામાં આવતી દરેક અડચણ દૂર કરી સુનિતા પોલીસ સ્ટેશનમાં સૌથી ક્રૂશિયલ સ્પૉટ પર ફરજ બજાવે છે.

સુનિતાએ કહ્યું, મહિલાઓ માટે હવે સમય બદલાઈ ગયો છે. જે કામ માત્ર પુરુષો કરતા હતા તે હવે મહિલાઓ પણ કરી શકે છે. હું મારી જવાબદારી સારી રીતે નિભાવું છું અને મને આ કામ કરીને ઘણું સારું લાગે છે.

30 વર્ષીય સુનિતા રાજસ્થાનનાં અલવરમાં રહે છે. તેણે 2018માં દિલ્હી પોલીસ જોઈન કર્યું હતું. તેનું પ્રથમ પોસ્ટિંગ ન્યૂ પોલીસ લાઈનમાં થયું હતું. સપ્ટેમ્બર 2020માં હૌઝ ખાસ પોલીસ સ્ટેશનમાં સિલેક્શન થયું હતું.

સુનિતા રોજ સવારે 5 વાગે ઉઠે છે. તે એક કલાક બ્રિસ્ક વૉક કરે છે. એ પછી પરિવાર માટે નાશ્તો અને ભોજન બનાવી 8 વાગ્યા પહેલાં પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. સુનિતા કહે છે, આખી દુનિયાની મહિલાઓએ તેમની તાકાત ઓળખી લીધી છે. તેઓ પૂરી જવાબદારી સાથે તેમની ફરજ નિભાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments